ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો, તોડ-જોડ, ગઠબંધન, વાદ-વિવાદ પુરજોશમાં છે, રાજ્યમાં દિલ્હીથી એક પછી એક નેતાઓના ધામા નખાઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું હોમસ્ટેટ ગણવાવાથી દેશની દરેક રાજનૈતિક પાર્ટીનું ધ્યાન ગુજરાત તરફ છે, સૌ કોઈ ભાજપને પોતાના જ માનતા રાજ્યમાં છેદ પડીને પ્રવેશ કરવા માટે મથી રહ્યાં છે.
આ દરેક પાર્ટીઓમાં હાલમાં સૌથી વધુ ચર્ચિત આમ આદમી પાર્ટી રાજ્યમાં ખૂબ સક્રિય જોવા મળી રહી છે.
થોડીવાર પહેલાં અમદાવાદ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાંથી એક મોટા સમાચાર આવ્યા છે.
આમ આદમી પાર્ટી અને BTP વચ્ચે ગઠબંધન કરવાનું એલાન કરવામાં આવ્યું છે, જેથી આગામી ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડશે.
નોંધનીય છે કે આ પહેલા BTP નેતાઓ અને AAP નેતાઓ વચ્ચે અનેક વાર બેઠકો થઈ છે.
BTP મુખ્ય રીતે રાજ્યમાં આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આદિવાસી સમાજ ખૂબ બહોળા પ્રમાણમાં છે.
હવે જ્યારે આજે આપ અને BTP વચ્ચે ગઠબંધન થયું છે ત્યારે શક્ય છે કે આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં શક્ય તેટલી બેઠકો મેળવવા માટે પ્રયત્નો કરશે.
ઉપરાંત આપ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આગામી સમયમાં આ જિલ્લાઓની મુલાકાત લઈને કાર્યક્રમો કરશે, તે પણ ચોક્કસ છે.