રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ પાર્ટીઓએ કમસ કસી છે સ્વાભાવિક છે આ વર્ષના અંતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે જેના લઇ રાજકારણ પક્ષપલટાની સિઝન પણ ચાલી રહી છે તમામ રાજ્કીયપક્ષો દ્ઘારા ભરતીમેળો યોજી એકબીજા માંથી તોડજોડની નિતી અપનાવામાં આવી રહી છે વર્તમાન રાજકારણમાં આય રામ ગયા રામ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે કોંગ્રેસની નેતાગીરીથી હાર્દિક પટેલ નારાજ ચાલી રહી છે.
રાજ્યમાં પેપરલીંકનો કૌભાંડને ઉજાગર કરનાર અને્ યુવાનાનો હક અને અધિકાર માટે લડત આપાનાર વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાના રાજકારણમાં જોડાવા અંગે અટકળો વહેતી થઇ છે જેમાં ખુદ યુવરાજસિંહે રાજકારણમાં જોડાવા અંગે ઇચ્છા વ્યકત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુવાનોના હક અને અધિકાર માટે વિધાનસભામાં આવાજ ઉઠાવવો પડશે તો હું ચુંટણી લડીશ તેમ જણાવ્યું હતું.
ગતરોજ યુવરાજસિંહે પત્રકાર પરિષદ યોજી નવયુવા નિર્માણ સેના ગઠન કરવાની જાહેરાત કરી હતી અને વધુ જણાવ્યુ હતુ કે કોઇ સગઠન પક્ષ સમિતિ કહેશો તો હું રાજકારણમાં જોડાવીશ આ માટે હુ સમાજના વડીલો યુવાનો કહેશો તો ચોક્કસ રાજકારણમાં યુવાનો આવાજ બની જોડાવીશ તે કંઇ પાર્ટીમાં જોડાશે તે અંગે હાલ કોઇ સ્ષટ્તા કરી નથી પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડશે તેવા એંધાણ મળી રહ્યા છે હાલ તો યુવરાજસિંહ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે પરંતુ પાર્ટીમાં એટલા સક્રિય દેખાતા નથી જેમાં તેમણે જણાવ્યુ હતુ પાર્ટી નહી પણ યુવાનો માટે હું સક્રિય છું અને તેમના માટે ભવિષ્યમાં સતત લડત આપતો રહીશ.
ઉલ્લેખનીય છે કે 2016 થયેલા પાટીદાર અનામત આંદોલન સમયે સમાજના યુવા આદોલનકારી નેતા તરીકે હાર્દિક પટેલનું ઉદય થયુ હતુ જેમાં પાટીદાર આદોલનના નેતૃત્વ કરી રહેલા હાર્દિક પટેલને કારણે સત્તા પર રહેલી ભાજપ સરકારને ચૂંટણી પરિણામ પર માઠી અસર પહોંચી હતી ત્યાર હાર્દિકપટેલ સમાજ માટે લડતા લડતા રાજકારણમાં એન્ટ્રી લીધી હતી અને હાલ કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે જોડાયેલા છે તો બીજી તરફ યુવાનો માટે લડતા તમામ આંદોલનકારી નેતાઓ આજે કોઇને કોઇ પાર્ટી સાથે જોડાઇ ચૂક્યા છે.