રંગઅવધૂત નગર સોસાયટી જંબુસરમા નવનિર્મિત કષ્ટભજંન મંદિરનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયરો, ગરબા , શોભા યાત્રા અનેપ્રાણ પ્રતિષ્ઠા બાદ શ્રી કિરણસિંહજી મકવાણા પૂર્વ ધારાસભ્યશ્રી એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે જંબુસરના ભકતો નસીબદાર છે કે અહી આ ભવ્ય મંદિરના દર્શનનો લાભ મળવાનો છે
નાહિયેર સ્વામિનારાયણ મંદિરના પરમપૂજ્ય ડી કે સ્વામીજીની પ્રેરક ઉપસ્થિતિ રહી અંતે તેઓએ આશિર્વચન આપતા જણાવ્યું હતું કે અહી મીની સારંગપુર આજરોજ બન્યું છે જે રીતે સારંગપૂરમાં દર્શન કરવાથી મનોરથો પૂર્ણ થાય છે તેજ રીતે અહીંયા કષ્ટ ભંજન દાદાના દર્શન કરવાથી લાભ થશે .અંતે નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જેઓએ આ મંદિરનાં નિર્માણમાં તન, મન અને ધનથી સહકાર આપ્યો તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ સૌ મહાઆરતીમા જોડાયા હતાં.
આ સમગ્ર આયોજન રંગ અવધૂત નગર સોસાયટી, સરદાર નગર સોસાયટી અને ગાયત્રી નગર સોસાયટી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તથા મળતી માહિતી અનુસાર આજરોજ રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના સૌજન્યથી સુંદરકાંડનું આયોજન પણ કરવામાં આવ્યું છે.