રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિને કારણે લોકોની સલામતી સામે પ્રશ્નાર્થ સર્જાઇ રહ્યો છે. આ બાબતને પુરવાર કરતી ઘટના શુક્રવારે બપોરે બજરંગવાડી વિસ્તારમાં બની હતી. બાઇક અથડાવાના મુદ્દે બે શખ્સોએ એનએસયુઆઇના મહામંત્રી પર છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવકના મોટાભાઇને પણ હુમલાખોરોએ છરીનો ઘા ઝીંકતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવથી શહેરમાં ચકચાર મચી ગઇ હતી.
આ ઘટનાને પગલે એનએસયુઆઇએ આજે રાજકોટમાં કોલેજ બંધનું એલાન કર્યુ છે.