હાલમાં શિયાળાની ઋતુ અને ધનુમાર્સ ચાલી રહ્યો છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ નું ખૂબ જ અનેરૂ મહત્વ છે. કારતક સુદ અગિયારસ થી ભગવાનને હાટડીમાં રીગણા ધરાવ્યાં બાદ હરિ ભક્તો માટે શકોત્સવ નું આયોજન કરાવમાં આવતું હોય છે, ત્યારે હાલમાં જ ભરૂચમાં શાકોત્સવ નું આયોજન થયેલ હતું, આ બ્લોગ દ્વારા અમે આપને ભગવાન સ્વામીનારાયણ મંદિરમાં 200 વર્ષ જુની પરંપરા વિષે જાણવશુ અને શા માટે રીંગણા નુ શાક આટલુ મહત્વપૂર્ણ છે.
સ્વામિનારાયણ નારાયણ ભગવાન પોતાના જીવન કાળમાં સૌરાષ્ટ્રની દરેક ભૂમિમાં વિચરણ કર્યું અને ગુજરાતની ધરાને પાવન કરી છે, ત્યારે આજે તેમના અનેક સ્થાનો આવેલા છે, જે તેમની હયાતી અનુભવ કરાવે છે. ચાલો ત્યારે આજે અમે આપને લોયા માં ઉજવાયેલ શાકોત્સવ ની 200 વર્ષ જૂની પરંપરા પાછળ ની કથા અને કારણ વિશે માહિતગાર કરીએ. જે દિવસે ભગવાને પોતાના સ્વ હસ્તે શાક બનાવીને શાક પીરસ્યું હતું એમ આજે પણ સંતો પોતાના હસ્તે આ શાક બનાવી ને પીરસે છે હરિ ભક્તોને.
સૌરાષ્ટ્રના લોયા ગામે 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને 60 મણ રીંગણનું શાક 18 મણ ઘીના વઘારથી જાતે બનાવીને ભક્તોને જમાડ્યા હતા. પ્રસાદી લેનારા તમામ ભક્તોનું કલ્યાણ થયું હતું. ત્યારથી આ પ્રસંગની યાદમાં શાકોત્સવ ઉત્સવ સ્વામિનારાયણ મંદિરમાં ઉજવવામાં આવે છે.
દર વર્ષે શિયાળાની ઋતુમાં સંપ્રદાયમાં શાકોત્સવ ઉજવાઇ રહ્યો છે. આજે મંદિરમાં ભવ્યાતિભવ્ય રીતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે મંગળા આરતી બાદ શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિને રસોઇયાના વસ્ત્રો પહેરાવી ભગવાન જાતે રીંગણાનું શાક બનાવી રહ્યા હોય તેવું આબેહુબ દ્રશ્ય ખડુ કરવામાં આવ્યું હતું. જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી લોયાના શાકોત્સવની યાદ તાજી કરી હતી.
ભગવાન શ્રીહરિને સમૈયા બહુ પ્રિય હતા. જેમાં લોયાનો શાકોત્સવ ઉજવાય છે. ભગવાન શ્રીહરિએ રીંગણાનું શાક બનાવી શાકભાજીમાં રીંગણનું મહત્વ વધારી દીધું છે. ભરૂચમાં આજે 80 કિલો રીંગણા, 50 કિલો બાજરીના રોટલા અને 10 ડબ્બા શુદ્ધ ઘીમાંથી ઉજવાયેલા શાકોત્સવના પ્રસાદનો લાભ મોટી સંખ્યમાં હરિ ભક્તોએ લઇ ધન્યતા અનુભવી હતી.ખરેખર આ દિવ્ય પરંપરા પાછળ રોચક વાત જોડાયેલ છે.
શ્રીજીમહારાજના પરમસખા એવા લોયાના સુરાખાચરના ઘરે એકવાર ચોરી થઈ અને 20000 રૂ ભરેલો પટારો ચોર ઉપાડી ગયા, સવારે સૌને ખબર પડતા પટારો શોધવા લાગ્યા પણ ક્યાંય મળ્યો નહિ આથી થોડા ચિંતિત થયેલા સુરા ખાચરે સંકલ્પ કર્યો કે જો પટારો મળી જાય તો અર્ધા રૂપિયા ધર્માદે આપવા અને સાંજ સુધીમાં પટારો હેમખેમ સ્થિતિમાં મળી ગયો અને ખોલીને ચેક કર્યું તો એક પાઈ પણ ઓછી નહોતી થઇ. ઘરે આવી સુરાબાપુએ તેમાં પત્ની શાંતાબાને આ વાત કરી તો સમજણનીમૂર્તિ એવા શાંતાબાએ કીધું કે કદાચ ચોર જ બધું ધન લઇ ગયા હોત તો તમે શું અરધું ધન આપત..?
સાનમાં સમજી ગયેલા સુરાખાચરે બધું જ ધન ધર્માદે ખર્ચ કરવાનો નિર્ણય લીધો અને ગઢપુરમાં શ્રીહરિને પત્ર લખી સંતો સહીત તેડાવ્યા.શ્રીહરિ લોયા પધાર્યા તે સમયે ત્યાંની વાડિયોમાં રીંગણાંનો સારો પાક હતો અને એટલે શ્રીજીમહારાજે સ્વયં શાક બનાવી સંતો-ભક્તોને જમાડવાનો સંકલ્પ કર્યો….60 મણ રીંગણ, 12 મણ ઘીમાં વઘાર કરી શાક શ્રીજીમહારાજ બનાવે અને સંતોએ રોટલા બનાવ્યા અને સંતોભક્તો જમવા બેઠા ત્યારે જેને જે ભોજન પદાર્થ ભાવતું હોય તેવો સ્વાદ તેને શાકમાં આવે.