ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતના રાજકારણમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ હાલમાં ચર્ચા પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને લઈને ખુબ ચાલી રહી છે. કે નરેશ પટેલ કોના? ભાજપના.કોંગ્રેસના.કે આમ આદમી પાર્ટીના. તેવામાં નરેશ પટેલ ક્યા રાજકીય પક્ષની નૈયા પાર લગાડશે તેને લઈને પણ સંકેતો મળવા લાગ્યા છે. પણ ન તો નરેશ પટેલ આ મુદ્દે કોઈ કોઈ ફોળ પાડી રહ્યા છે ન કોઈ પક્ષની તરફેણ કરી રહ્યા છે બસ સમાજનું નામ આગળ ધરી પોતાની રાજકીય હિત સાધવા હાલ તો સોગઠા ગોઠવી રહ્યા છે એમ લાગી રહ્યું છે.
નરેશ પટેલ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નરેશભાઈ વર્ષોથી ભાજપના શુભેચ્છક છે. નરેશભાઈ ભાજપની સાથે રહેશે. નરેશભાઈ સાથે ફોન પર વાતચીત થઇ છે. તેમણે કોઇ પાર્ટીમાં જોડાવવા નિર્ણય નથી કર્યો. નરેશભાઈ ભાજપની સાથે રહેશે એવો મને વિશ્વાસ.
આ પર AAP પાર્ટી તરફથી પણ નરેશ પટેલને આમંત્રણ મળ્યાનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. અગાઉ ઈસુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે નરેશ પટેલ જેવા આગેવાનને આત્મસંતોષ થાય તેવી આમ આદમી પાર્ટી સ્વચ્છ રાજનીતિ કરે છે. જેથી નરેશ પટેલ સહિતના અનેક સામાજિક આગેવાના આમ આદમી પાર્ટીમાં જોડાશે. નરેશ પટેલ તરફથી હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટ જાહેરાત થઈ નથી.
તો આ બાજૂ મહત્વના સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે હોળી બાદ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરા તરીકે નરેશ પટેલને પ્રમોટ કરી શકે છે. કોંગ્રેસ જીતે તો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો આપી શકે છે. અગાઉ રાહુલ ગાંધી સાથે નરેશ પટેલની બે વાર બેઠક થઇ છે.