રાજકોટ શહેરમાં રંગોના પર્વ ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાજપ કાર્યાલય ખાતે પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધુળેટી પર્વની ઉજવણી માણી હતી.
આજે રાજકોટ શહેર કાર્યાલય ખાતે ધુળેટી પર્વ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયા, શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ડી.જેના તાલે અને રાજસ્થાની નૃત્યની જમાવટ સાથે શહેર ભાજપ દ્વારા તિલક હોળીની ઉજવણી કરાઈ હતી.
આ તકે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ કે આજે ધુળેટી રંગોનો તહેવાર છે સાથેજ ભાજપનું પણ 4 રાજ્યોમાં કમળ ખીલતા સમગ્ર દેશમાં ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ છે ત્યારે આ વિજયોત્સવ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ. એકબીજાને રંગ લગાવી અભિનંદન સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છીએ અને સમગ્ર વાતાવરણ અબીલ ગુલાલના રંગોથી છવાઈ જવા પામ્યું છે.
આમ ભાજપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.
