સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ઈશુદાન ગઢવી એ કહ્યું કે એક પૂર્વસેનાનીને અમદાવાદની વ્યસ્ત સડક પર પોતાની માંગને લઈને જનસમર્થન માંગવા ઉતરવું પડે એ ગરવી ગુજરાતીઓ માટે ખૂબ જ શરમજનક બાબત છે.
પરંતુ જનતાના પૈસે એશોઆરામમાં મહાલતા અને એમના ઉદ્યોગપતિ માલિકોની તિજોરીઓ ભરી આપતા આ મહાભ્રષ્ટ ભાજપી બુચસિયાઓને બિલકુલ શરમ નહિ આવે. સરહદ પર ભારત માતાની રક્ષા કાજ શહીદ ગુજરાતના જવાનોના પરિવારને ગુજરાતની ભાજપ સરકાર ફક્ત ૧ લાખ રૂપિયા સહાય પેટે ચૂકવી અપમાન કરે છે.
તમને ખબર જ હશે કે, દિલ્હીની ઈમાનદાર આમ આદમી પાર્ટી સરકાર શહીદોના પરિવારજનોને શહીદ સન્માન રાશિ પેટે એક કરોડ રૂપિયા આપે છે. મને ખાતરી છે કે, જનતાના ટેક્સના રૂપિયે ભ્રષ્ટાચારી ભાજપીઓ એમની પોતાની તિજોરીઓ જ ભરતા રહેશે પણ ગુજરાતના શહીદોને સન્માન કદી નહિ આપે.
આજના પવિત્ર તહેવાર હોળી નિમિતે હું પ્રતિજ્ઞા લઉં છું કે, ગુજરાતના ભ્રષ્ટાચારીઓને હરાવીને દિલ્હી, પંજાબ બાદ ગુજરાતમાં પણ ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બનાવીશું અને પહેલું કામ શહીદોને સન્માન આપવાનું કરાવીશું.
જય જવાન! જય જય ગરવી ગુજરાત!
જય હિંદ