કેન્દ્ર સરકાર ખેડૂતો માટે રાજ્ય સરકારોના સહયોગથી નવી બજાર સમર્થન પ્રણાલી લાવવાની છે. આનાથી ખેડૂતોને ન્યુનતમ સમર્થન મુલ્યથી ઓછા ભાવો પર પાકને વેચવાની મજબુરી માંથી રાહત મળી શકશે. પ્રસ્તાવિત બજાર સમર્થન પ્રણાલી લાવી શકશે આ પાક કેન્દ્ર સરકાર પીડીએસ સિસ્ટમની યાદીમાં પણ હશે. રાજ્ય કોઇ પણ પ્રકારના અનાજને સ્કીમમાંં સામેલ કરી શકે છે. આમા જુવાર, બાજરો, અડદ વગેરે પણ સામેલ થઇ શકે છે.
યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને ખોટની ભરપાઇ કરી દેશે પ્રસ્તાવીત પ્રણાલી ખેડૂતોને પાકના ઉત્પાદન પર ખોટ જવાનો ડર રહે છે એ જોખમમાંથી મુક્તિ અપાવશે. છેલ્લા બે વર્ષમાં અનેક વિસ્તારોમાં ઓછો વરસાદ અને દુષ્કાળને કારણે કૃષિ ક્ષેત્રે જોખમમાંથી મુક્તિ અપાવશે. છેલ્લા બે વર્ષમાં અનેક વિસ્તારોમાં ઓછો વરસાદ અને દુષ્કાળને કારણે કૃષિ ક્ષેત્રે જોખમ વધ્યુ છે અને અનેક ખડૂતોએ આપઘાત પણ કર્યા છે
સરકાર આ યોજના એવા સમયે લાવવાની તૈયારી કરી રહી છે કે જ્યારે દેશમાં ઘઉં અને કઠોળનું રેકોર્ડ બ્રેક ઉત્યાદન થયુ છે જે ને કારણે જથ્થાબંધ બજારમાં તેના ભાવ ઘટવાની શક્યતા ઉભી થઇ છે.