મહાશિવરાત્રી પર ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય, થશે ભગવાન શિવની વિશેષ કૃપા
આ વર્ષે 1લી માર્ચે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ગ્રહોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના 12મા ઘરમાં પંચગ્રહી યોગ બનશે. મંગળ અને શનિની સાથે શુક્ર, બુધ અને ચંદ્ર પણ આ દિવસે મકર રાશિમાં રહેશે. સાથે જ સૂર્ય અને ગુરુનો સંયોગ થશે.
આ વર્ષે 1લી માર્ચે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ગ્રહોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના 12મા ઘરમાં પંચગ્રહી યોગ બનશે. મંગળ અને શનિની સાથે શુક્ર, બુધ અને ચંદ્ર પણ આ દિવસે મકર રાશિમાં રહેશે. સાથે જ સૂર્ય અને ગુરુનો સંયોગ થશે. આ સિવાય રાહુ વૃષભના ચોથા ભાવમાં રહેશે જ્યારે કેતુ વૃશ્ચિક રાશિના 10મા ભાવમાં રહેશે. જેના કારણે મહાશિવરાત્રીના દિવસે 5 રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી રહેશે. આ રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે. આવો જાણીએ કઈ રાશિઓ પર ભગવાન શિવની કૃપા થશે.
મેષ
મેષ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ ખૂબ જ શુભ રહેવાની છે. આ દિવસે મેષ રાશિના લોકોને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. તેની સાથે જ મનોકામના પૂર્ણ થવાનો યોગ બનશે.
વૃષભ
વૃષભ રાશિના લોકોને પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મહાશિવરાત્રિના દિવસે વિશેષ લાભ મેળવી શકાય છે. આ દિવસે શિવલિંગ પર શમીના પાન અને ઘી અર્પિત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
મિથુન
મહાશિવરાત્રીના દિવસે મિથુન રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સાથે આ દિવસે ભોલેનાથના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.
સિંહ
મહાશિવરાત્રીના દિવસે સિંહ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. આ દિવસે ગાયના દૂધમાં ઘી અને સાકર ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે. તેમજ દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થશે.
કર્ક
મહાશિવરાત્રીના દિવસે કર્ક રાશિના લોકોને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે. આ દિવસે ભગવાન શિવને રૂદ્રાભિષેક કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેમજ ભગવાન શિવની કૃપાથી વ્યક્તિને કષ્ટોમાંથી મુક્તિ મળશે.