પંગોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પૂરી થતાં અને સરકાર પણ યથાવત રહેવા GSTના કારણે ભાવવધારો સહન કરવાની નોબત ઉભી થઇ છે. પતંગોનું મોટા પાયે ઉત્પાદન ખંભાતમાં થાય છે. ત્યારે કાચા મટિરિયલ અને GSTના કારણે પતંગોના ભાવમાં 10 ટકા જેટલો વધારો તોળાઇ રહ્યા છે. તૈયાર દોરીમાં પણ પાંચથી દસ ટકાનો ભાવ વધશે તેવી શક્યાતા પતંગોના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જેથી આ વર્ષે પતંગરસિયાઓ માટે ઉતરાયણ મોંઘી બનશે.
આણંદ શહેરમાં પતંગો વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓ દ્રારા વિવિધ વેરાયટીમાં પતંગોનો જથ્થો બજારમાં ઉતારી દેવાયો છે. 14મી જાન્યુઆરીએ ઉજવાના ઉતરાયણના પર્વ ઉપર પતંગો ચગાવવાની વર્ષો જુની પરંપરા છે. પતંગોના રસિયાઓ આ માટે પંદર દિવસ અગાઉ તૈયારી કરી લેતા હોય છે. અને દોરી તેમજ પતંગોની ખરીદી કરતા હોય છે. જેને લઇને દોરી અને પતંગોનો વ્યવસાય કરતા વેપારીઓ પણ પંદર દિવસ અગાઉ જથ્થો બજારમાં ખડકી દેતા હોય છે.
આણંદના બજારમાં ખંભાતી, પ્લાસ્ટિક, ઢાલ, ચક્કી, ડીસ્કો, ચીલ, મેટલ જેવી વિવિધ વેરાયટીમાં પતંગો ઉપલબ્ધ બની છે. દોરીમાં અને સુરતીનું વેચાણ ખૂબ થઇ રહ્યુ છે. જો કો, ચાલુ વર્ષે સરકારે GST લાગુ કરતાં દોરી અને પતંગોની કિંમતમાં ગત વર્ષે કરતા પાંચ ટકાનો વધારો નોંધાયો છે. પતંગો રૂપિયા 220 થી 300 સુધીમાં 100 નંગ ઉપલબ્ધ બને છે. જ્યારે એક હજાર વાર દોરી રૂપિયા 150 થી 200માં પ્રાપ્ત થાય છે.