સમસ્ત યુવા આંબેડકરી સમાજ દ્રારા સુરતમાં ક્લેક્ટરને નનામી અરજી મળ્યા પછી ગઇકાલે સુરત પોલિસ દ્રારા પાડવામાં આવેલી રેઇડમાં બુધ્ધની પ્રિન્ટવાળી 1200 સાડી જપ્ત કરવામાં આવી હતી. અને એ સાડી વહેંચી રહેલા ચાર વેપારી ઓને પણ એરેસ્ટ કરવામાં આવ્યા.
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એસ.આઇ. દવેએ કહ્યુ હતુ કે યુવા આંબેડકરી સમાજ દ્રારા ભગવાન બુધ્ધની સાડી માટે અગાઉ પણ ફરીયાદ આવી હતી. પણ માલ પકડાયો નહોતો. આ વખતે પહેલી વખત માલ પકડાયો છે. સાડી કોને ત્યાં પ્રિન્ટ થઇ એની તપાસ હજુ ચાલુ છે. ડિઝાઇન અને પ્રિન્ટરની પણમ ધરપકડ થશે. ભગવાન બુધ્ધની પ્રિન્ટવાળી આ સાડીની હોલસેલ પ્રાઇસ 110 રૂ. હતી જ્યારે રીટેલમાં એ 200થી 225માં વેચવામાં આવતી.