[slideshow_deploy id=’24047′]
આમ તો આંગણવાડી બાળકોનાં સુવર્ણ જીવન અને ભણતરનો એક પાયો ગણાતો હોય છે પરંતુ વલસાડની એક આંગણવાડીએ આ વ્યાખ્યાને તદ્દન જુઠી પાડી દીધી છે.જી હા શું છે પરિસ્થિતિ આ આંગણવાડી ની જોઇએ
વલસાડ કુંડી ગામના ભીનાર ફળિયામાં આવેલ આંગણવાડીની હાલત આજે પડું કાલે પડું થઇ રહેલ છે આ આંગણવાડીની હાલત એટલી હદ સુધી કફોડી છે કે હાલ પણ અહીના બ્લેક બોર્ડ , દીવાલો, બારીઓ ઉપર ભેજ જોવા મળે છે જે આંગણવાડીનાં મકાનને અંદરથી ખોખલું કરી રહ્યું છે. અહી પ્રાથમિક સુવિધાઓનાં નામે પણ મીંડું છે. જેને લઈને વાલીઓ પોતાના બાળકોને પણ આંગણવાડી મોકલાવાતા ગભરાય છે.
ગામના સરપંચે પંચાયતમાં ઠરાવ બનાવી તાલુકા પંચાયતને કર્યો છે. અને વહેલી તકે પંચાયતનું રી કન્સ્ટ્રકશનની માંગ કરી છે જે વાતને પણ આશરે ૪ 5 મહિના થઇ ગયા હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી.ત્યારે હવે તંત્ર ૨૦૧૮ – 19ની ગ્રાન્ટમાંથી પ્રાયોરીટીના ધોરણે કામ કરવાની વાત કરી રહ્યું છે.
હાલ તો આંગણવાડી ધક્કા મારી મારીને ચાલી રહી છે પરંતુ તંત્ર દ્વારા હવે આ તરફ ધ્યાન અપાય એ જરૂરી બન્યું છે કારણ કે આંગણવાડીનું મકાન જર્જરિત બનતા હાલતો બાળકોનાં જીવ સામે પણ અહી જોખમ ઉભું થયું છે ત્યારે જોવાનું એ રહ્યું કે આખરે નવી આંગણવાડીની સુવિધા તંત્ર તરફથી ક્યારે મળશે એ પણ એક પ્રશ્ન છે.