સૌથી વધુ લોકપ્રિય બનેલા પારલે દ્રારા બિસ્કીટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંંપનીના સુત્રોના કહેવા અનુસાર આગામી જાન્યુઆરી માસથી બિસ્કીટના ભાવમાં 4 થી 5 ટકા સુધીનો વધારો થઇ શકે છે.
પારલે પ્રોડક્ટ કેટેગરીનાં હેડ મયંક શાહનાં જણાવ્યા અનુસાર અત્યાર સુધી અમે કિંમતો વધારવાનો કોઇ નિર્ણય લીધો નહોતો, પરંતુ ટેક્સમાં થયેલા વધારા બાદ કંપની ભાવ વધારા અંગે વિચારણા કરી રહી છે. આવતા વર્ષે પહેલા ત્રિમાસીક જાન્યુઆરી માર્ચમાં કંપની કિંમતો વધારશે
100 રૂપિયા પ્રતિ કિલોથી નીચેની બિસ્કીટ્સ બ્રાન્ડની કિંમતોમાં 4 થી 5 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. શરૂઆતમાં ગ્લૂકોઝ, મિલ્ક અને મેરી કેટેગરીનાં બિસ્કિટ્સનો ભાવ જ વધારશે. ગ્લુકોઝ સેગમેન્ટમાં સૌથી વધારે વેચાનારી બ્રાન્ડ પારલેજી, બેકસ્મિથ ઇંગ્લીશ મેરી અને મિલ્ક શક્તિ બ્રાન્ડનાં ભાવ વધારશે જીએસટી લાગુ થયા બાદ કંપનીએ આ પ્રોડક્ટનાં ભાવ વધાર્યા ન હતા.