માઘ માસમાં શુક્લ પક્ષની પાંચમી તિથિએ વસંત પંચમી આવે છે. આ વર્ષે વસંત પંચમી ૦૫ ફેબ્રુઆરીના બુધવારે આવી રહી છે. વસંત પંચમીના પર્વથી જ વસંત ઋતુનું આગમન માનવામાં આવે છે. આ દિવસ જ્ઞાન અને સ્વરની દેવી માતા સરસ્વતીની પૂજા કરવાનું માહત્મય છે. માનવામાં આવે છે કે, વસંત પંચમીના દિવસે જ દેવી મા સરસ્વતીનું પ્રાગટ્યું થયું હતું.
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી ની વિધિ વિધાનથી પૂજા કરતી વખતે તેમને પીળા પુષ્પ, પીળા રંગની મિઠાઇ અર્પણ કરવી જોઇએ. માતા સરસ્વતીને કેસર અથવા પીળા ચંદનનું તિલક કરવું જોઇએ તેમજ તેમને પીળા રંગના વસ્ત્ર ભેટ કરવા જોઇએ. આ ઉપરાંત વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમને માલપુઆ અને ખીરનો ભોગ ધરાવવાનું પણ માહત્મ્ય છે.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, માઘ માસમાં શુક્લ પક્ષની પાંચમી તિથિએ માતા સરસ્વતીની પ્રાગટ્ય થયુ હતું. વસંત પંચમી પર્વને માતા સરસ્વતીના પ્રાકટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે, એટલા માટે વસંત પંચમી પર સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરીને મા સરસ્વતીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. આટલું જ નહીં, આ વર્ષે વસંત પંચમી રેવતી નક્ષત્રમાં છે.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, માઘ માસમાં શુક્લ પક્ષની પાંચમી તિથિએ માતા સરસ્વતીની પ્રાગટ્ય થયુ હતું. વસંત પંચમી પર્વને માતા સરસ્વતીના પ્રાકટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે, એટલા માટે વસંત પંચમી પર સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરીને મા સરસ્વતીનું પૂજન અર્ચન કરવામાં આવે છે.
શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં જણાવ્યા અનુસાર આ દિવસે સ્વયંસિદ્ધ એટલે કે વણજોયુ મુહૂર્ત હોય છે માટે કોઈ મુહૂર્ત વિના લગ્ન સંપન્ન કરવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 5 ફેબ્રુઆરી, 2022એ ત્રણ વિશેષ યોગોની ત્રિવેણીમાં મનાવવામાં આવશે. વસંત પંચમીના દિવસે સિદ્ધ, સાધ્ય અને રવિયોગનો સંગમ થશે.
5 ફેબ્રુઆરીએ સૂર્યોદય પહેલા સવારે 3.47 વાગ્યાથી 6 ફેબ્રુઆરીએ સૂર્યોદય પૂર્વ સવારે 3.46 વાગ્યા સુધી રહેશે. વળી, સિદ્ધ યોગ 4 ફેબ્રુઆરીએ સાંજે 7.08 વાગ્યાથી 5 ફેબ્રુઆરી સાંજે 5.40 વાગ્યા સુધી રહેશે. વળી, સાધ્ય યોગ 5.40 વાગ્યાથી આગલા દિવસે 6 ફેબ્રુઆરીએ સાંજે 4.52 વાગ્યા સુધી રહેશે. આ દિવસે રવિ યોગ સાંજે 4.09 વાગ્યાથી આરંભ થશે. અર્થાત સૂર્યાસ્ત પૂર્વ ત્રણ યોગોની ત્રિવેણી બનશે જે આ દિવસને વિશેષ મહત્વ પ્રદાન કરી રહી છે.