આજે સોમવાર ના રોજ તા. 31 જાન્યુઆરી એ આજે બપોરથી પોષ મહિનાની અમાસ છે. આ દિવસે બપોરે પિતૃ દેવતા માટે તર્પણ, ધૂપ-ધ્યાન અને દાન-પુણ્ય કરવુ જોઈએ અને મંગળવાર, 1 ફેબ્રુઆરીના રોજ પણ અમાસ હોય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ છે. ત્યારબાદ બુધવાર, 2 ફેબ્રુઆરીએ મહા મહિનાના ગુપ્ત નોરતા નો પ્રારંભ થશે. ગુપ્ત નોરતા 2 ફેબ્રુઆરીથી શરૂ થઈને 10 ફેબ્રુઆરી સુધી રહેશે.
આજે મૌની અમાસના દિવસે મૌન વ્રત કરવાની પરંપરા છે. મૌન વ્રત કરવાથી આત્મબળમાં વધારો થાય છે.
આજે સોમવારે અને મંગળવારે પોષ મહિનાની અમાસ, બુધવારથી ગુપ્ત નવરાત્રિ શરૂ થશે.દાન-પુણ્ય કરવાનો શુભ યોગ રહેલા છે.
મૌની અમાસ પછી ગુપ્ત નવરાત્રિ આવે છે, આ સમય દેવીની દસ મહાવિદ્યાઓની સાધના માટે શ્રેષ્ઠ રહે છે. આ દિવસોમાં કરવામાં આવતી પૂજા, દાન, પુણ્ય માટે ખાસ ફળદાયક રહેશે. પોષ મહિનાની અમાસના દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો. આ કારણે આ દિવસે ઋષિઓ અને પિતૃઓ માટે પૂજા અને દાન કરવાની પરંપરા છે.
અમાસની બપોરે પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ, ધૂપ-ધ્યાન કરવું જોઈએ. સોમવારે બપોરે એટલે આજે માઘી અમાસ શરૂ થશે, એટલે સોમવારે જ તર્પણ વગેરે કામ કરવું શ્રેષ્ટ રહેશે. મંગળવારે સવારે અમાસને લગતા સ્નાન, દાન-પુણ્ય વગેરે શુભ કામ કરવા શ્રેષ્ઠ રહેશે.
મહા મહિનાની ગુપ્ત નવરાત્રિમાં માતા સરસ્વતીની જયંતિ એટલે કે તા. 5 ફેબ્રુઆરી ના રોજ આ દિન ને વસંત પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસ થી ઠંડી ઘટશે અને વસંત ઋતુ શરૂ થશે. વસંત પંચમીએ માતા સરસ્વતીની પૂજા અર્ચના, જાપ, તપસ્યા નું મહત્વ રહેલું છે.