પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિજોરમ અને મેઘાલયના પ્રવાસે છે. જ્યાં તેમણે સભા સંબોધન કર્યુ હતુ. પીએમએ કહ્યુ કે તમારા વિકાસ માટે તમારે દિલ્લી આવવાની જરૂર નથી દિલ્લીના લોકો તમારી પાસે આવશે.પીએમએ કહ્યુ અમે એક એવી નીતિ બનાવી છે. મોદી એ કહ્યુ અમે ઉત્તર પુર્વ ક્ષેત્રનુ વિકાસ મંત્રાલય બનાવ્યુ છે જેને અમે ડોનરનું નામ આપ્યુ છે.
પીએમએ કહ્યુ કે આ ક્ષેત્રના વિકાસ માટે અટલ બિહારીની સરકારે ખૂબ મહેનત કરી છે. અને પીએમ મોદી આજે તે પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કરશે. પ્રવાસ પહેલા મોદીએ ટ્વિટ કરતા કહ્યુ કે મોહક અને ઉમંગથી ભર્યા પૂર્વોતર મને બોલાવી રહ્યા છે. મોદી એ કહ્યુ કે હું મિજોરમ અને મેઘાલય પ્રવાસની પ્રતિક્ષા કરી રહ્યો છુ જ્યા વિકાસની યોજનાનું ઉદ્ઘઘાટન કરવામાં આવશે. આ પરિયોજના પૂર્વોતર વિકાસનો પ્રવાસ ખૂબ મહત્વનો રહે છે.