
મુંબઇ : IPL 2018 હવે નજીક આવી રહી છે. ત્યારે તેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેને પગલે ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) ની ફ્રેન્ચાઈઝી કિંગ્સ ઈલેવન પંજાબે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રેડ હોજને પોતાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. બ્રેડ હોઝ આ પહેલા બે વર્ષ માટે આવેલી ગુજરાત લાયન્સ ટીમમાં કોચ રહ્યા હતા. બ્રેડ હોજ વીરેન્દ્ર સહેવાગહને રિપોર્ટ કરશે જે ટીમના માર્ગદર્શક અને દિગ્દર્શક છે.
ઉલ્લેખનીય છે કે સંજય બાંગરે ૨૦૧૬ માં ટીમના મુખ્ય કોચ પદથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ વિરેન્દ્ર સહેવાગને માર્ગદર્શક તરીકે ૨૦૧૭ સીઝનમાં ટીમની જવાબદારી છોપવા આવી હતી. તેમ છતાં પંજાબની ગઈ સીઝન આઈપીએલમાં ખાસ રહી નહોતી.
બ્રેડ હોઝ તેમ છતાં પોતાના દેશની બીગ બેશ લીગ (BBL) માં મેલબોર્ન રેનેગેડ્સથી એક ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે. બ્રેડ હોઝ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમી ચુક્યા છે. તે છેલ્લા બે વર્ષથી ગુજરાત લાયન્સના કોચ હતા. તેમને કોચ રહેતા ટીમને ૨૦૧૬ ના ક્વોલીફાઈર બેમાં જગ્યા બનાવી હતી જયારે સનરાઈઝર્સ હૈદરાબાદથી હારી ગઈ હતી.
ગયા વર્ષે ગુજરાત લાયન્સ સારૂ પ્રદર્શન કરી શકી નહોતી. તે પોતાના ટોપ ખેલાડીઓની ઈજાગ્રસ્તથી મુશ્કેલીમાં રહી હતી. પંજાબના સહ-માલિક નેસ વાડિયાએ બ્રેડ હોઝની નિમણુંક પર જણાવ્યું હતું કે, “અમે બ્રેડ હોઝ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો છે. તે અમારા મુખ્ય કોચ હશે. વીરેન્દ્ર સહેવાગ પણ માર્ગદર્શકના રૂપમાં જોડાયેલા રહેશે.” પંજાબની ટીમ IPLમાં માત્ર એક જ વખત ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે.