મૅટિઅસ ગેરકાયદે હથિયાર રાખવાના મામલે દોષી સાબિત થયો છે તેમ જ તેને ઘરમાં જ નજરકેદ રાખવાની સજા કરવામાં આવી છે. લિયોનેલ મેસીના ૩૫ વર્ષના મોટા ભાઈ મૅટિઅસને સોમવારે સાંજે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને તેના ઘરે લઈ જવામાં આïવ્યો હતો. ૩૦ નવેમ્બરે જ્યારે તેને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે તે લોહીથી લથપથ હાલતમાં મોટરબોટમાં મળ્યો હતો. તેની બોટ રેતીની ટેકરી સાથે અથડાઈ હતી. તપાસમાં તેની બોટમાંથી બંદૂક મળી આવી હતી. અગાઉ પણ તે હથિયાર રાખવા બદલ દોષી સાબિત થયો હતો.
