સનાતન ધર્મમાં શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ નો પર્વ ભગવાન સૂર્ય દેવ ને સમર્પિત છે. સૂર્ય ગ્રહ નું રાશિ પરિવર્તન ને કારણે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. સુર્ય ગ્રહ નું ધન રાશિ માંથી મકર રાશિમાં પ્રવેશ થાય છે એટલે મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ સમયે સુર્ય દક્ષિણાયન માંથી ઉતરાયણ તરફ જાય છે તે માટે તેને ઉતરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાનાદિ નિત્ય કર્મ પરવારી ને દાન પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે .
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યને અર્ઘ્ય ખાસ આપવું. ત્યારબાદ ૐ સુર્યાય નમઃ મંત્રનો જાપ કરવો , પિતૃ તર્પણ તથા રૂદ્રાભિષેક કરવો.
મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમ્યાન દાન આપવું ઉત્તમ છે.
જેનું પુણ્ય કાળ નું શુભ મુહૂર્ત ૦૨:૪૩ થી ૦૫:૪૫ મિનિટ સુધી છે જેમાં મહા પુણ્ય કાળ નું મુહૂર્ત ૦૨:૪૩ થી ૦૪:૨૮ સુધી શુભ છે
મકર સંક્રાંતિ ના દિવસે તિર્થ સ્થાન માં સ્નાનનું એક અલગ જ મહત્વ છે. જો શક્ય હોય તો આ દિવસે સવારે વહેલા ઊઠીને નદી અથવા તળાવમાં શુધ્ધ જળ થી સ્નાન કરવું . જો આવું શક્ય ન બને તો ઘરમાં જ સુર્યોદય પહેલાં ઉઠી ને ગંગાજળ વાળા પાણી થી સ્નાન કરવું. આ દિવસે દાન પુણ્ય નું ખુબ જ મહત્વ છે. આ દિવસે ખીચડી ચોખા તેમજ તલ અને તલનાં લાડુ નું દાન કરવું.
મકરસંક્રાંતિના દિવસે સાત પ્રકારે તલનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. અર્થાત તલખાવા, તલવાળા જળથી સ્નાન કરવું, તલના તેલનું શરીરે લેપન કરવું, તલનો હોમ કરવો,તલનું દાન કરવું, તલવાળુ જળ પીવું, તલના તેલનો દીવો કરવો.
આ વખતે સંક્રાંતિનું વાહન વાઘ છે.
જેનું ઉપવાહન અશ્ર્વ છે.
પીળા વસ્ત્રો પહેરેલા છે. ને
હાથમાં ગદા ધારણ કરેલ છે.
જેની જાતિ સર્પની છે.
કેસરનું તિલક કરેલ છે.
મોતીના આભૂષણો પહેરેલા છે.
ઉત્તરમાંથી આવી દક્ષિણ તરફ જાય છે.
તેની દ્દષ્ટિ નૈઋત્ય ખૂણામાં છે મૂળ પૂર્વ દિશા તરફ છે.
સંક્રાંતિ માટે એમ મનાય છે કે જે જે વસ્તુ સાથે સંબંધ ધરાવેછે તે વસ્તુ મોંઘી થાય છે. આ વર્ષે વરસાદ સારો પડે. વાઘ અને અશ્ર્વ જેવા પ્રાણીઓમાં રોગચાળો ફેલાવવાની સંભાવના, હળદર, સોનુ, ચણાની દાળના ભાવો વધે દૂધના ભાવમાં પણ વધારો થાય
રાશિ પ્રમાણે દાન
(1) મકર, મેષ. કન્યા રાશિના જાતકોએ ઘી, ખાંડ, સફેદ તલ, ચાંદી, સફેદ કાપડનું દાન આપી શકાય.
(2) વૃષભ, કર્ક તથા ધન રાશિના જાતકોને કોલ્હાપુરી ગોળ, ચણાની દાળ, પીળુ કાપડ, પિત્તળના વાસણનું દાન આપવું.
(3) મિથુન, તુલા, કુંભ રાશિના જાતકોને સ્ટીલનું વાસણ, કાળાતલ, અડદ, ધાબળા, કાળુ વસ્ત્ર વગેરે દાનમાં આપવું.
(4) સિંહ, મીન, વૃશ્ર્ચિક રાશિના જાતકોને ઘઉં, લાલતલ, લાલકાપડ, તાંબાના વાસણનું દાન આપી શકાય.
આ ઉપરાંત ગાયોને ઘાસચારો નાંખવો સૌથી શ્રેષ્ઠ ગણાય છે.
મકર સંક્રાંતિ ના દિવસે સુર્યનારાયણ તેમના પુત્ર ના ઘરે જાય છે. આ પર્વ પિતા અને પુત્ર ના મિલન નો પ્રતિક છે. ઘણી જગ્યાએ સંક્રાંતિના દિવસ ને નવી રુતુ ના આગમન તરીકે પણ ઉજવાય છે. આ દિવસે ખીચડી નું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. તેના કારણે ઘણી જગ્યાએ ખીચડી બંને છે તેમજ તલ અને ગોળના લાડુ બનાવવા ની પરંપરા છે. ચોખા ચંદ્ર માં તેમજ કાળી અડદ શનિદેવ નું પ્રતિક માનવામાં આવે છે તેથી કેહવામા આવે છે કે મકરસંક્રાંતિ ના દિવસે દાન કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સુધરે છે