ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ નવા વરાયેલા પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા સંગઠનને ધમધમતું કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે નવી નિમણૂંકોનો દોર શરુ કરી દીધો છે. નવી નિમણૂંકો માં રિપીટ અને નો-રિપીટ ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે. સાત જિલ્લાના પ્રમુખને રિપીટ કરવામાં આવ્યા છે તો છ જિલ્લામાં નો-રિપીટ ફોર્મ્યુલા લાગુ કરી નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
આ સાત જિલ્લામાં રિપીટેશન
- પાટણ-શંકરજી ઠાકોર
- ખેડા-રાજેશ ઝાલા
- મોરબી-જયંતીલાલ પટેલ
- છોટા ઉદેપુર-ઉમેશ શાહ
- પોરબંદર-નાથાભાઇ ઓડેદરા
- જામનગર-વિરેન્દ્રસિંહ જાડેજા
- જૂનાગઢ-અમિત ઠુમ્મર
આ 6 જિલ્લામાં નવા ચહેરાને તક
- હાર્દિક ભટ્ટ-નડિયાદ શહેર
- હર્ષદ નીનામા-દાહોદ
- મહેન્દ્રસિંહ પરમાર- આણંદ
- મોતી ચૌધરી-ડાંગ
- અતુલ કારિયા-પોરબંદર સિટી
- મોહંમદ યાસીન ગજજાન-દેવભૂમિ દ્વારકા
અત્રે ઉલ્લેખનીય છે કે, મહત્વની મનાતી અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા અને દંડક તેમજ વિપક્ષનાં ઉપનેતાનાં નામો પણ જાહેર કરાયા હતાં. જેમાં AMCમાં વિપક્ષના નેતા તરીકે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણની વરણી કરવામાં આવી હતી વિપક્ષનાં દંડક તરીકે જગદીશ રાઠોડ અને વિપક્ષનાં ઉપનેતા તરીકે નીરવ બક્ષીનાં નામની જાહેરાત કરાઇ હતી.પાછલા 10 મહિનાથી અમદાવાદ મહાનગરપાલિકાનાં વિપક્ષ નેતાનું પદ ખાલી હતું. નવી નિમણૂંક મામલે 10 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દીધા હતા. જોકે, પાછળથી તમામને સાચવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.