સુરેન્દ્રનગર ના કારીયાણી ગામે રૂ.૭૬ લાખની વીજ ચોરી ઝડપાતા ગામ માં સોંપો પડી ગયો હતો,સુરેન્દ્રનગર ના વઢવાણ નજીક આવેલા કારીયાણી ગામે વીજ સબ ડીવીઝનનાં ડે.ઇજનેર પી. વી. પંચાલ અને તેમની ટીમે
દરોડો પાડી સત્યમ એન્ટરપ્રાઇઝમાં ચેકીંગ હાથ ધરતા ટીસીના એલ.ટી. સ્ટડમાંથી ડાયરેકટ કેબલથી મીટર બાયપાસ કર્યાનું બહાર આવતા સ્થળ ઉપર જ ૭૬ લાખની વીજ ચોરી ઝડપી લઇ કલમ ૧૩પ મુજબ કાર્યવાહી કરવામાં આવતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.
જિલ્લા માં વીજચોરી ના બનાવો વધી રહયા છે ત્યારે બાતમી ના આધારે નાના એવા કારીયાણી ગામ માં વીજ કંપની ની રેડ પડતા સોંપો પડી ગયો હતો.
