વલસાડ :- લોકશાહીના મહાપર્વ એવા 9મી ડીસેમ્બરે દક્ષિણ ગુજરાતનું મતદાન સમ્પન થયુ છે. મતદાનપર્વમાં પોતાનો કિંમતી મત આપવા હજારો આદિવાસી પરિવારો પોતાના કૂંટુબ કબીલા સાથે પોતાના મદરે વતન આવી મતદાન કરી લોકશાહીના પર્વનો ભાગ બન્યા હતા અને 83% જેટલુ ઐતિહાસિક મતદાન કર્યુ હતુ. હવે આ જ મતદારો પોતાના પરિવાર સાથે ફરી રોજગારીની વાટે નિકળ્યા છે.
[slideshow_deploy id=’22639′]
વલસાડના કપરાડા, ધરમપુર, ડાંગના આહવા, વાંસદા અને નવસારી સહીતનો દક્ષિણ ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં વર્ષોથી રોજગારીના પુરતા સાધનોના અભાવે 80% જેટલા આદિવાસી પરિવારો પોતાના ઘરથી દૂર રોજગારી માટે જાય છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં પહેલા તબ્બકાના મતદાન દરમ્યાન મોટાભાગના આદિવાસી મતદારો પોતાના વતનમાં આવ્યા હતા સપ્તાહ પહેલા વતન વાપસીની વણઝાર હવે પોતાનો કિંમતી મત મતપેટીમાં નાખી ફરી પોતાના પરિવારોના પેટના ખાડા માટે અન્યત્ર રોજગારી માટે નિકળી રહી છે. વલસાડના કપરાડા, નાનાપોંઢા, મોટા પોંઢા, ધરમપુર જેવા મુખ્ય ગામોમાં અનેક ખાનગી વાહનોમાં આદિવાસી પરિવારો પોતાના ઘરસામાન સાથે રોજગારી માટે જઇ રહ્યા છે. રોજગારી માટે જતા આદિવાસીઓ સાથે તેમના નાના બાળકો પણ છે. જેઓની ઉંમર ભણવાની છે. તેવા દિકરા દિકરીઓ મજબુરીવશ પોતાના પરિવાર સાથે શિક્ષણને, પોતાના ગામને છોડી છુટક મજૂરી માટે જઇ રહ્યા છે, જે સર્વશિક્ષા અભિયાનમા ધજાગરા ઉડાડી રહ્યા છે તો, સરકારની વિકાસની વાતો અંહી ક્યાં વિકાસ છે અને કેવો વિકાસ છે તેનું ઉદાહરણ પુરૂ પાડી રહ્યો છે.
જો કે એક વાત ચોક્કસ છે કે ભાજપ કોંગ્રેસ ભલે વિકાસની વાતો કરી મત માંગતા હોય પણ આ ભોળા આદિવાસીઓએ લોકશાહીના પર્વ માટે પોતાની એક સપ્તાહની રોજગારી છોડી ને લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા છે ને હવે પોતાના વિકાસ માટે ફરી રોજગારીની વાટ પકડી છે. તેમને મન તેમના પરિવારને રોજગારી મળતી રહે એટલે એ જ વિકાસ છે.