મુંબઇ : એનફોર્સમેન્ટ વિભાગે IPL ના પુર્વ ચેરમેન ચિરાયુ અમીનના સંચાલન હેઠળની કંપનીનાં 10 કરોડના મ્યુચુઅલ ફંડને ફેમાના અનુસંધાને જપ્ત કરી લીધી છે. ચિરાયું અમીન અને તેમના પરિવારે કંપની મારફતે ગેરકાયદે વિદેશમાં રકમ મોકલીને યુકેમાં 10.35 કરોડમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. ચિરાયું અમીને ફેમા ભંગ બદલ ટેક્સ પેન્લટી સહીતની કાયદાકિય કાર્યવાહીનો સામનો કરવો પડશે. ક્રિકેટ જગતમાં આ ઘટનાને લઇને મોટો આચકો જોવા મળ્યો છે.
ઇડીએ નિવેદન આપ્યું છે કે પનામા પેપર કેસમાં ચિરાયું અમીન અને તેમના પરિવારના નામ બ્રિટનના વર્જિન આઇલેન્ડમાં ભાગીદારી બાબત સામે આવી હતી. ઇડીની તપાસમાં સામે આવ્યું કે બ્રિટના કેમ્પડેન હિલમાં એક 3 BHK એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. આ એપાર્ટમેન્ટની કિંમત અંદાજે 10.40 કરોડ આકવામાં આવી છે. આ સંપતી ચિરાયું અમીન અને તેમના પરીવારે પોતાની કંપની વ્હીટફિલ્ટ કેમટેક પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયા દ્રારા બ્રિટનમાં ખરીદી હતી. ફેમા 1999ની ધારા 37A માં જણાવાયું છે કે જો આ કાયદાનું ઉલ્લંઘન કરીને કેટલાક વિદેશી નાણા, વિદેશી સુરક્ષા અથવા સંપત્તિ દેશની બહાર છે. એટલી છે કે સંપત્તિ દેશની અંદર જપ્ત કરવામાં આવી શકે છે. આ કાયદા અનુસાર IPL ના પુર્વ ચેરમેન પર કાર્યવાહી કરવામાં આવી છે.