ગુજરાતમાં મુખ્યમંત્રી સહિતની આખી સરકાર બદલાયા બાદ આજે રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સ્વાગત માટે ભાજપ અને વહીવટી તંત્રમાં હોડ જામી છે. રજવાડી ઠાઠમાઠથી મહારાજાના સ્વાગત જેવો સ્પ્લેશ કરવામાં આવ્યો છે. પ્રજા તો બરાબર પણ ભાજપના જ એક વર્ગમાં આ પ્રકારના અતિરેક સામે ગડગડાટ શરૂ થયો છે.હાલ કોરોનાએ ત્રીજી લહેરનો ઉથલો લીધો છે ત્યારે ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો યોજાશે. ત્યારે એરપોર્ટ પર મુખ્યમંત્રીને સ્વાગત કરવા ભાજપના નેતાઓ અને કાર્યકરોના હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે અને તમામ નીતિ-નિયમો નેવે મૂક્યા છે નાકોઈએ માસ્ક પહેર્યું કે ના કોઈ એ સોશિયલ ડીસ્ટન્સ રાખ્યું રોડ શોમાં ધજાગરા કરી ભાજપ નહીં સુધરે પણ રાજકોટના રહેવાહસી ઓએ તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખુંવ ખુબ જરૂરી છે અને આવી ભીડથી દૂર રહેજો. હજારોની મેદનીમાં કોરોના સંક્રમણ ફેલાશે તો ત્રીજી લહેર સ્થિતિ વણસી શકે છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી હજારો લોકોએ એકઠા થવાનું નિશ્ચિત છે. ત્યારે સમગ્ર કાર્યક્રમ સુપરસ્પ્રેડર બનવાનું જોખમ છતાં પણ કાર્યક્રમમાં કોઈ બદલાવ નથી કર્યો .એકબાજુ જોવા જઇએ તો બેન્ક કર્મચારીઓનાં ધ૨ણાં ક૨વાની પણ મંજૂરી નથી છતાં ભાજપ સામે વહીવટી તંત્ર દંડવત થઈ ગયું છે.રોડ શોના રૂટમાં ડીજેના તાલ અને નૃત્યો થશે તેમજ કાર્યકરો ભેગા થઇને મુખ્યમંત્રીનું સ્વાગત કરશે તે દરમિયાન 1000 બાઈકની વિશાળ રેલી પણ હશે. મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, ગ્રામ વિકાસમંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચાયતમંત્રી બ્રિજેશ મેરજા અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી રહેશે તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે.ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડ ખાતે સુશાસન સપ્તાહનો સમાપન સમારોહ થશે બપોરે 1.10 કલાકે સમાપન સમારોહ પૂર્ણ થશે ત્યાર બાદ મુખ્યમંત્રી ચૌધરી સ્કૂલના મેદાનમાં ઊભી કરેલી પોર્ટેબલ હોસ્પિટલની મુલાકાત લેશે અને ત્યાંથી રૈયા સ્માર્ટસિટીમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું પ્રદર્શન કરી બપોરે 3 કલાકે મેયર બંગલે બેઠક કરશે. રોડ શોમાં ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક પર આકર્ષણનું કેન્દ્ર રહેશે. અઢી કિલોમીટરના રૂટમાં 80 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે.
આટલા માર્ગો પર પ્રવેશ બંધ, નો પાર્કિંગ ”
એરપોર્ટ ફાટક, જૂની એનસીસી ચોકથી મેયર બંગલો, કિસાનપરા, જિલ્લા પંચાયત ચોક સુધી, રેસકોર્સ રિંગ રોડની અંદરની સાઇડનો રોડ તથા જિલ્લા પંચાયત ચોકથી યાજ્ઞિક રોડ, હરિભાઇ હોલ સુધીના રોડ પર વાહનો માટે પ્રવેશ બંધ અને નો પાર્કિંગ રહેશે.એરપોર્ટ ચોકથી રેસકોર્સ પ્રવેશ નહિ કરી શકાય હનુમાનમઢી તરફ વળવું પડશે
પોલીસ હેડ ક્વાર્ટર્સથી એનસીસી ચોક તરફ પ્રવેશ બંધ, જામનગર રોડથી ભોમેશ્વર તરફ જવું પડશે
રૈયા રોડથી આમ્રપાલી અંડરબ્રિજ નહીં જઇ શકાય, આઝાદ ચોકથી સ્વામિનારાયણ મંદિર તરફ જવું પડશે.
મહિલા અંડરબ્રિજથી કિસાનપરા પ્રતિબંધિત, એસ્ટ્રોન તરફ વળી શકાશે.
ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત તરફ વાહનોને નો એન્ટ્રી, મોટીટાંકી ચોકથી જિમખાના રોડ જવું પડશે.
ભીલવાસથી યાજ્ઞિક રોડ તરફ નહીં જઇ શકાય, મોટીટાંકી ચોકથી જવું.