વલસાડ: વલસાડ જિલ્લો પણ સતત કૂદરતની માર ખાતો જિલ્લો બની રહ્યો છે. ઓખીની આફતમાં વરસાદ અને ઠંડીનો માર સહન કર્યા બાદ હવે ગાઢ ધુમ્મસે સમગ્ર વિસ્તારને પોતાની ચપેટમાં લીધો છે, ધુમ્મસમાં ટપકતા ઝાકળના બિંદુઓએ ખેડૂતોની હાલત દયનિય કરી મુકી છે.
[slideshow_deploy id=’22484′]
વલસાડ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી બદલાતા ઋતુચક્રને કારણે ધરતીપુત્રોને ભારે નુકસાન થઇ રહ્યુ છે. બે દિવસ પહેલા કમોસમી વરસાદ, હાડ થીજાવતી ઠંડી બાદ હવે ગાઢ ધુમ્મસે અને ઝાકળે વિસ્તારના લોકોને મુશ્કેલીમાં મુક્યા છે. મોડી રાત્રીથી ગાંઢ ધુમ્મસ છવાતા તેનાથી આંબા પર આવેલા મંજરી – મોરને નુકસાન થયુ છે. ખેડૂતોના મતે ઝાકળના બિંદુઓ અને ધુમ્મસભર્યા વાતાવરણમાં કઠોળમાં તુવેર, વાલ વેલાવાળા શાકભાજીમાં દૂધી, કારેલા ચોળી તેમજ મરચા રીંગણાને મોટા પ્રમાણમાં નુકસાન થશે. અને હાલ ચાલતા બજારભાવમાં અડધો અડધ ઘટાડો થશે જેનાથી ઉપજની મુળ રકમ પણ નહી નિકળે પરંતુ આખરે બધો ખેલ કૂદરતનો છે.