ગુજરાતમાં પેપર લીક કૌભાંડને લઈ આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ શરુ કરવામાં આવ્યા છે. આપનાં નેતા મહેશ સવાણી ઉપવાસ પર બેઠા છે. ઉપવાસમાં વિપક્ષી એકતા જોવા મળી હતી. કોંગ્રેસના નેતાઓએ ઉપવાસી છાવણીની મુલાકાત કરી હતી.
ઠાકોર સમાજ દ્રારા અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રેદેશ કાર્યાલય પર યુવા પરીક્ષાર્થીઓના સરકારી પેપરલીક પ્રશ્ને ઉપવાસ છાવણીની મુલાકાત લઇ આમરણાંત ઉપવાસ આંદોલનને સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.
આ સિવાય ગુજરાત કોંગ્રેસ રાજય પ્રવક્તા મનહર પટેલ અને ગુજરાત રાજ્ય નેતા પંકજ પટેલ અને અન્ય નેતાઓ પાંચ દિવસથી આમરણંત ઉપવાસ પર રહેલા ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ અને નેતા મહેશભાઈ સવાણીની મુલાકાત પર આવ્યા અને સમર્થન આપ્યું હતું.
આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ વિપક્ષનેતા પરેશ ધાનાણીએ આમરણાંત ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી અને ઉપવાસીઓનાં ખબર અંતર કાઢ્યા હતા. ભીમ આર્મી ગુજરાત પ્રદેશ પ્રમુખે આંદોલનને સમર્થન આપ્યું હતું.