સિમ રાખવાના નિયમો બદલ્યા, જાણો નહીં તો બંધ થઈ શકે છે કનેક્શન, સરકારે જારી કર્યો આ આદેશ
ઘણા લોકો બે સિમનો ઉપયોગ કરે છે. પરંતુ, જો તમારી પાસે ઘણા બધા સિમ કાર્ડ છે તો સરકાર તેમને બંધ કરી દેશે. એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે એક આદેશ જારી કર્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે 9થી વધુ કનેક્શન ધરાવતા લોકોના ફોન કનેક્શન બંધ કરવામાં આવશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)ના તાજેતરના આદેશ અનુસાર, અધિકારીઓ પહેલા બહુવિધ સિમને વેરિફાઈ કરશે. જો ચકાસાયેલ નથી, તો એક સિમ સિવાય તમામ નિષ્ક્રિય કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વમાં રહેતા લોકો માટે માત્ર 6 સિમ કાર્ડની જ પુનઃ ચકાસણી કરવામાં આવશે.

તાજેતરના અહેવાલ મુજબ, સબસ્ક્રાઇબર્સને તે વિકલ્પ મળશે કે તેઓ કયું સિમ જાળવી રાખવા માગે છે અને કયું સિમ નિષ્ક્રિય કરવા માગે છે. DoT એ આદેશમાં કહ્યું છે કે જો કોઈ સબસ્ક્રાઈબર પાસે 9 થી વધુ મોબાઈલ કનેક્શન છે, તો તેને ફરીથી વેરિફિકેશન માટે ફ્લેગ કરવામાં આવશે.
ફાઇનાન્સ ક્રાઇમ, ઓટોમેટેડ કોલ અને છેતરપિંડીની પ્રવૃત્તિમાં વધારો થયો છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. DoT એ ટેલિકોમ ઓપરેટરોને ડેટાબેઝમાંથી તમામ ફ્લેગ કરેલા મોબાઈલ કનેક્શન્સને દૂર કરવા કહ્યું છે કારણ કે તે નિયમો મુજબ નથી.
નિયમ મુજબ, ફ્લેગ કરેલા મોબાઇલ કનેક્શનની આઉટગોઇંગ સુવિધા (ડેટા સેવા સહિત) 30 દિવસની અંદર સસ્પેન્ડ કરવામાં આવશે. જ્યારે આવનારી સેવા 45 દિવસમાં સસ્પેન્ડ કરવામાં આવશે. આ ત્યારે થશે જ્યારે સબ્સ્ક્રાઇબર વેરિફિકેશન માટે આવશે અને તેના સરન્ડર, ટ્રાન્સફર વિકલ્પ પસંદ કરશે.

જો સબ્સ્ક્રાઇબર ફરીથી ચકાસણી માટે ન આવે તો ફ્લેગ નંબર 60 દિવસમાં નિષ્ક્રિય થઈ જશે. આ સમયગાળો 7મી ડિસેમ્બરથી ગણાશે. ઓર્ડર મુજબ, જો ગ્રાહક આંતરરાષ્ટ્રીય રોમિંગ પર છે અથવા શારીરિક અક્ષમતા અથવા હોસ્પિટલમાં છે, તો તેને 30 દિવસનો વધારાનો સમય આપવામાં આવશે.
જો નંબરની ઓળખ કાયદાની અમલીકરણ એજન્સી અથવા નાણાકીય સંસ્થા અથવા પેસ્કી કોલર તરીકે થાય છે, તો આઉટગોઇંગ સુવિધા 5 દિવસની અંદર સસ્પેન્ડ કરવામાં આવશે. જો હજુ પણ વેરિફિકેશન માટે કોઈ નહીં આવે તો તેની ઇનકમિંગ સુવિધા 10 દિવસમાં કરવામાં આવશે અને 15 દિવસમાં સિમ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જશે.