સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર તાલુકા માં આવેલ કળમ-ડેરવાળા રોડ ઉપર થી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ કન્ટેઈનર જોઈ સ્થાનિક ડેરવાળા ગામના યુવાનો ને શંકા જતા તેઓ એ આ કન્ટેઇનર ને રોકી પોલીસને જાણ કરતા લખતર પોલીસ નો કાફલો ડેરવાળા ગામે ધસી જઇ કન્ટેઈનર પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરતા તેમાંથી રૂ. ૧૮.૩૩ લાખ ની કિંમત નો
જુદા જુદા બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો નો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
પોલીસે વિદેશી દારૂ સહિત મોબાઈલ – કિમત રૂ.૫૦૦૦, રોકડ રૂ.૧૦૦૦ અને કન્ટેઈનર કિમત રૂ.૧૦,૦૦,૦૦૦ મળી ફૂલ રૂ.૨૮.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કન્ટેઈનર ચાલક કરણ સત્યવિરસિંહ યાદવ રહે.યુ.પી. વાળા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડેરવાળા ના જાગૃત યુવાનો અને લખતર પીએસ.આઇ. એમ.કે. ઈશરાણી સહિત સ્ટાફના જયદીપસિંહ ઝાલા, કુલદીપસિંહ, પ્રહલાદભાઈ એ સુંદર કામગીરી બજાવી હતી.
