હાલ સરપંચ ની ચુંટણીઓ ના માહોલ વચ્ચે કેટલીક જગ્યા એ તંગદીલી જોવા મળી રહી છે ત્યારે સાયલા તાલુકાના સુદામડા ગામે ભાજપના હોદ્દેદાર સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારી ઉપર 15થી વધુ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કરતા ગંભીર રીતે ઘાયલ ખેંગરભાઈ નું અમદાવાદ ની હોસ્પિટલમાં મોત થયું છે આ ઘટના માં અન્ય પાંચ જેટલા લોકો ને ઇજાઓ થઈ છે.
ચૂંટણી બાબતનું મનદુઃખ રાખી હુમલો થયો હોવાની વાત સામે આવી છે. સુદામડાના સરપંચના ઉમેદવાર સહિત 2 સાથીદારો ફોર્મ ચકાસણી બાદ બોલેરોમાં સુદામડા જઇ રહ્યા હતા તે વખતે ડમ્પર સાથે અકસ્માત કરીને કેટલાક શખ્સોએ કુહાડી, ધારીયુ અને લાકડી લઇને હુમલો કરી દીધો હતો. જેમાં 5 યુવાનોને ઇજા થતાં સારવાર માટે લઇ જવાયા હતા. જેમાં ખેંગારભાઈની તબિયત વધુ ખરાબ થતાં તેમને અમદાવાદ લઈ જવાયા હતા, જ્યાં તેમનુ સારવાર દરમિયાન મોત થતા ચકચાર મચી ગઇ છે.
