દિલ્લી : ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારનું 5 ડિસેમ્બરે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન યોજાયુ હતું. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ક્રિકેટરો હાજર રહ્યા હતા. ભુવનેશ્વર કુમારનું રિસેપ્શન દિલ્હીની તાજ હોટલમાં રાખવામાં આવ્યુ હતું.
જેમાં ભારતીય સુકાની વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, શિખર ધવન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવ સહિતના ક્રિકેટર્સ હાજર રહ્યાં હતા. મહત્વપૂર્ણ છે કે ભુવનેશ્વર કુમાર અને નુપુરના લગ્ન 23 નવેમ્બરે મેરઠમાં યોજાયા હતા.
