આ વર્ષે વધુ એક વાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી બીબાજુ પ્રવેશી રહી છે. પવનની પેટર્ન પસાર થઈ રહી છે, જેથી ગઈકાલથી જ દરિયાકિનારા અને સૌરાષ્ટ્રના ઘણી જગ્યા વાતાવરણમાં પલટો દેખાયો હતો. એ પછી રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યાં હતાં. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં બદલાઈ શકે છે. એ ઉપરાંત વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. બીજી તરફ, આગામી ત્રણ દિવસમાં રાજયના બીજા ઘણા વિસ્તારોમાં લઘુતમ તાપમાન ગગડતાં ઠંડીનું પ્રભુત્વ વધશે.
રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે
હાલ રાજયમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ સવારે ધૂમ્મસ છવાયેલું જોવા મળે છે, તેની સાથે ગુલાબી ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ પછી પવનની દિશા બદલાઇ જશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. માત્ર દક્ષિણ ગુજરાત સિવાય બીજા કોઈ એરિયામાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડીગ્રી થવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડીગ્રીનો ઘટાડો થતાં ઠંડી વધવાની શક્યતા છે,

માવઠાને લીધે થયેલા પાકની નુકસાની અંગે સહાય આપવા વિચારણા
48 તાલુકા પૈકી 23 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના 11 તાલુકા, મહેસાણાના 6 તાલુકા,પાટણના 8 અને સાબરકાંઠાના 5 તાલુકાનો સમાવેશ થાય છે. તો છોટાઉદેપુરના 1, જૂનાગઢના 1, ડાંગના 2 તાલુકા,નર્મદાના 3, સુરતના 5, વલસાડના 2, કચ્છના 2 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદને કારણે થયેલા નુકસાન અંગે સહાય આપવા કૃષિમંત્રીએ સકારાત્મક વલણ દર્શાવ્યું છે, પણ સહાય અંગે આખરી નિર્ણય મુખ્યમંત્રી લેશે એવું જણાવ્યું છે.