હિન્દૂ ખતરામાં છે. મુસ્લિમ છોકરાઓ ષડયંત્ર હેઠળ હિન્દુઓની છોકરીઓને ફોસલાવીને લગ્ન કરી રહ્યાં છે, લગ્નના નામ પર તેમનો ધર્મ પરિવર્તન થઈ રહ્યો છે. લવ જેહાદ (Love Jihad) કરી રહ્યાં છે. હિન્દુ ધર્મ પર આના પર સખ્ત કાયદાઓ બનાવ્યા છે. નવેમ્બર 2020માં યૂપી સરકાર આવી જ દલીલો સાથે ધર્માંતરણ વિરોધી કાયદાઓને લઈને આવી.
તે જાણવું રસપ્રદ રહેશે કે એક વર્ષ પછી આ કાયદા હેઠળ કેટલા લોકોને સજા મળી? યૂપી સરકારનો એક વર્ષનો ડેટા જોઈશું તો પ્રશ્ન ઉઠશે કે શું લવ જેહાદ માત્ર કપોલ કલ્પનના છે?
ઉત્તર પ્રદેસ પોલીસ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર નવેમ્બર 2020માં ઓગસ્ટ 2021 સુધી આખા પ્રદેશમાં લવ જિહાદ કાયદા હેઠળ કુલ 108 કેસ નોંધાયેલા છે.
સત્ય તે છે કે, આમાંથી એકપણ કેસમાં અત્યાર સુધી કોઈ જ આરોપી સાબિત થયું નથી. કોઈ કેસમાં તપાસ ચાલી રહી છે તો કોઈ કોર્ટમાં પેન્ડીંગ છે.
આ 108 કેસોમાં 257 આરોપીઓના નામ નોંધાયા અને 83 નામ તપાસ દરમિયાન પ્રકાશમાં આવ્યા. ઉત્તર પ્રદેશમાં કુલ કેસોમાંથી 31 કેસ એવા પણ છે, જેમાં આરોપી સગીર એટલે 18 વર્ષથી ઓછી ઉંમરના છે.
આ કેસોમાં અત્યાર સુધી 189 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. 56 લોકો એવા છે જેમને આ કેસોમાં ખોટી રીતે ફસાવવામમાં આવ્યાનું બહાર આવ્યું છે. 72 કેસોમાં ચાર્જશીટ દાખલ થઈ છે. 24 કેસોમાં તપાસ ચાલું છે અને 11 કેસોમાં પોલીસ પૂરાવા જ રજૂ કરી શકી નથી. એ કેસોમાં યૂપી પોલીસ ક્લોજર રિપોર્ટ લગાવી ચૂકી છે.
ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના આ કાયદાઓ હેઠળ બરેલી જોનમાં સૌથી વધારે- કુલ 28 કેસ નોંધાયા છે. બીજા નંબર પર મેરઠ જોન રહ્યું જ્યાં 25 કેસ નોંધાયા હતા.
એટલે લવ જેહાદ અંગે આટલો શોર-શરાબો કરી મૂક્યો હતો, તેમાં યૂપી પોલીસ એક પણ વ્યક્તિ ઉપર આરોપ સાબિત કરી શકી નથી.
કરિયર અથવા ગૃહસ્થીની ચિંતા કરવાની જગ્યાએ તેમની દિવસ કોર્ટ-કચેરીના ચક્કર કાપવામાં જ જતા રહે છે. અસલમાં આવા લોકો માટે ન્યાય મેળવવાની પ્રક્રિયા જ સજા બની ગઈ છે.
કાયદા સામેની લડાઉ ઉપરાંત તેમને એક લડાઈ હિન્દૂ ધર્મના કથિત ઠેકેદારો સામે પણ લડવી પડી રહી છે. સ્વઘોષિત ધર્મ રક્ષકો દ્વારા કોઈને કોર્ટ પરિસરથી ઉઠાવી લેવામાં આવે છે તો કોઈને પોલીસની સામે પ્રતાડિત કરવામાં આવે છે.
યૂપીમાં કથિત લવ જેહાદનો કાયદો બન્યા પછી અન્ય પણ રાજ્ય તેને સ્વીકારી રહ્યાં છે. પરંતુ યૂપીમાં આ કાયદાઓ હેઠળ નોંધાયેલા કેસોની સ્થિતિને જોઈને સંપૂર્ણ કાયદાનું ઔચિત્ય અને સરકારની નિયત પર ગંભીર પ્રશ્ન ઉઠે છે.