નવી દિલ્હી: પૂર્વ દિલ્હીથી બીજેપી સાંસદ ગૌતમ ગંભીરને મંગળવારે ધમકીભર્યો મેલ આવ્યો છે. તેમને અને પરિવારને જીવથી મારવાની ધમકી મળી છે. ધમકી આપનારાએ લખ્યું છે કે, ISIS કાશ્મીર તમને ખત્મ કરી દેશે. રાતમાં ગૌતમ ગંભીર મધ્ય દિલ્હી ડીસીપી શ્વેતા ચૌહાણને ફરિયાદ કરી, જે પછી પોલીસે તેમના ઘર બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કેસની તપાસ ચાલી રહી છે. પોલીસ દરેક એંગલથી આ કેસમા તપાસ કરી રહી છે.
જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર વિપક્ષ નેતાઓ પર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં બનેલા રહે છે, હાલમાં જ તેમને નવજોત સિંહ સિદ્ધૂને ઘેર્યા હતા. ગંભીરે સિદ્ધૂને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાના મોટા ભાઈ કહેવા પર ગંભીરે કહ્યું કે પહેલા પોતાના બાળકોને બોર્ડર પર મોકલો પછી આવા નિવેદનો આપો.
ગૌતમ ગંભીરે તે પણ કહ્યું કે, ભારત 70 વર્ષોથી પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ વિરૂદ્ધ લડી રહ્યું છે અને સિદ્ધૂ તરફથી એક આતંકવાદી દેશના વડાપ્રધાનને મોટા ભાઈ કહેવું શરમજનક છે. ગંભીરે ટ્વિટ કરીને કહેતા કહ્યું કે- પોતાના પુત્ર અથવા પુત્રીને બોર્ડર પર મોકલો અને પછી કોઈ આતંકવાદી રાજ્યના મુખ્યાને મોટા ભાઈ ગણાવ્યા! તેમને કહ્યું કે, શું સિદ્ધૂને યાદ છે કે, પાકિસ્તાની આતંકવાદીઓએ પાછલા એક મહિનામાં કાશ્મીરમાં અમારા 40થી વધારે નાગરિકો અને જવાનોને મોતને ઘાટ ઉતાર્યા છે?