કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત પછી પણ ખેડૂત સંગઠનો આંદોલનને બંધ કરવાના મૂડમાં નથી. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાર સુધી તેમની અન્ય માંગો માનવામાં આવશે નહીં ત્યાર સુધી આંદોલન ખત્મ કરશે નહીં.
શિયાળુ સત્રના પહેલા જ દિવસે ખેડૂત સંગઠન દિલ્હી પહોંચીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે મંગળવારે કહ્યું કે, 60 ટ્રેક્ટરો સાથે દિલ્હીમાં માર્ચ નિકાળીને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વૈધાનિક ગેરંટી માટે દબાણ કરશે. તેમને કહ્યું કે, 29 નવેમ્બરે ટેક્ટર માર્ચ નિકાળીને સંસદ જશે. સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે અને 23 ડિસેમ્બર સુધી ચાલશે.
તેમને કહ્યું કે, અમારા પર રસ્તાઓ બ્લોક કરવાનો આરોપ છે. પરંતુ તેવું અમે કર્યું નહતું. રસ્તાઓને બ્લોક કરવો અમારો આંદોલન નથી. ખેડૂત નેતા ટિકૈતનું નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે કેન્દ્રીય મંત્રિમંડળ દ્વારા બુધવારે ત્રણેય કૃષિ કાયદાઓને રદ્દ કરવાની મંજૂરી મળવાની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે જ કૃષિ કાયદા પરત કરવાની જાહેરાત કરી હતી. રાકેશ ટિકૈતે કહ્યું કે અમે MSP પર સરકારના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. સાથે જ તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં 750 ખેડૂતોના મોત થયા છે, તેની જવાબદારી પણ સરકારે લેવી જોઈએ.