સંસદના શિયાળુ સત્રમાં કૃષિ કાયદાઓને રદ કરવાથી પહેલા સરકારે ગૃહમાં મુદ્દાઓ પર સર્વસંમતિ સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. અહેવાલ મુજબ પ્રિસાઇડિંગ અધિકારીઓએ પક્ષના નેતાઓને ચાર અઠવાડિયા સુધી ચાલેલા સત્રને સરળતાથી ચાલે તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે.
સંસદનું ચોમાસુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. એનડીટીવીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સત્ર પહેલા એક સર્વપક્ષીય બેઠક છે, જે 28 નવેમ્બર, રવિવારના રોજ યોજાવાની છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી અપેક્ષા છે.
અહેવાલ અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP) ની સંસદીય કાર્યકારિણીની બેઠક તે જ સાંજે યોજાય તેવી સંભાવના છે, જેમાં બપોરે 3 વાગ્યે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના નેતાઓની બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પીએમ મોદી પણ હાજરી આપશે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વિપક્ષી દળોના હોબાળાને ટાળવા માટે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ પણ આ વર્ષે ચોમાસુ સત્રમાં તમામ પક્ષોના નેતાઓને મળવા જઈ રહ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે કેન્દ્રીય કેબિનેટ ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવા સંસદમાં એક જ બિલ રજૂ કરી શકે છે. એટલે કે ત્રણ અલગ-અલગ કાયદાને રદ્દ કરવા માટે ત્રણ નવા બિલ લાવવાની જરૂર રહેશે નહીં.