નવી દિલ્હી: દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 7,579 નવા કેસ સામે આવ્યા છે જે પાછલા 543 દિવસોમાં સૌથી ઓછા કેસ છે. જ્યારે એક દિવસમાં કોરોનાથી 236 લોકોના મોત થયા છે. જ્યારે રિક્વરી રેટની વાત કરીએ તો તે 98.2 ટકા છે જે માર્ચ 2020માં સૌથી વધારે છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1,13,584 છે જે પાછલા 536 દિવસોમાં સૌથી ઓછા છે.
પાછલા 24 કલાકમાં 12,202 લોકો કોરોનાથી ઠિક થયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,39,46,749 લોકો કોરોનાથી સ્વાસ્થ્ય થઈ ચૂક્યા છે. ડેલી પોઝિટિવ રેટની વાત કરીએ તો 0.79% છે જે પાછલા 50 દિવસથી 2 ટકાની નીચે ચાલી રહ્યું છે. વીક્લી પોઝિટિવિટી રેટની વાત કરીએ તો 0.93% છે, જે પાછલા 60 દિવસથી બે ટકાથી નીચે છે. તો બીજી તરફ અત્યાર સુધી 117.63 કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડ-19ના 656 નવા કેસ સામે આવ્યા પછી કુલ સંક્રમિત વધીને 66,30,531 થઈ ગઈ છે, જ્યારે આઠ દર્દીઓના મોત થવાના કારણે તેમની સંખ્યા 1,40,747 સુધી પહોંચી ગઈ છે.