સુપ્રીમ કોર્ટ આજે ત્રિુપુરામાં સ્થાનિક એકમની ચૂંટણીથી પહેલા કાયદા વ્યવસ્થા બગાડવાના સંબંધમાં દાખલ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની અવમાનના અરજી પર સુનાવણી કરશે. આને લઈને મમતા બેનર્જી દિલ્હી આવી રહ્યાં છે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદી સામે પણ તેમની માંગણીઓને રાખશે તો સોનિયા ગાંધી સાથે મુલાકાત પણ કરવા જઈ રહ્યાં છે.
ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, ત્રિપુરામાં તેમના કાર્યકર્તાઓ વિરૂદ્ધ હિંસા થઈ રહી છે અને રાજ્યની સત્તાવાદી ભાજપા સરકાર તેમના ઉપર અનેક ખોટા કેસ નોંધી રહી છે.
આનાથી પહેલ સોમવારે ટીએમસીના લગભગ 16 સાંસદોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે સમય માંગ્યો હતો. તાત્કાલિક સમય ના મળવા પર બધા સાંસદોએ ગૃહ મત્રાલય બહાર પ્રદર્શન પણ કર્યું અને ધરણા ઉપર બેઠ્યા હતા.
તે પછી ગૃહ મંત્રી અમિત શાહે ટીએમસી સાંસદોના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી.
તો બીજી તરફ ત્રિપુરામાં તૃણમૂલની યુવા નેતા અને બાંગ્લા ફિલ્મોની અભિનેત્રી સયાની ઘોષને અગરતલાની એક અદાલતે સોમવારે જમાનત આપી દીધી.
રવિવારે બપોરે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર બિનજામીનપાત્ર કલમો હેઠળ હત્યાનું કાવતરું અને દુશ્મનાવટ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ માટે તેમની સામે IPCની કલમ 153, 153A, 307, 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ટીએમસીનો આરોપ છે કે રવિવારે અગરતલામાં તેમના નેતા સુબલ ભૌમિકના ઘર પર થયેલા હુમલામાં ઘણા કાર્યકરો ઘાયલ થયા હતા. પરંતુ ભાજપનું કહેવું છે કે ટીએમસી બંગાળથી લગભગ હજારો લોકોને ત્રિપુરા લાવી છે જેથી ત્યાં અશાંતિ ફેલાવી શકાય.
ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી ગઈકાલે સાંજે દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી રવાના થતા પહેલા મમતા બેનર્જીએ કહ્યું, “ત્રિપુરાના મુખ્યમંત્રી અને તેમની સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનો અવગણના કરી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં રાજકીય પક્ષોને સભાઓ અને રેલીઓ યોજવાથી રોકવામાં આવી રહ્યા છે.”
તેણીએ કહ્યું કે તે આ મુદ્દો વડાપ્રધાન સમક્ષ પણ ઉઠાવશે.