દિલ્લી : પુજારા હાલમાં સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટના ગ્રેડ Aમાં વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, રવિચન્દ્રન અશ્વિન, અજિંક્ય રહાણે અને મુરલી વિજયની સાથે છે. પત્રકાર રાજદીપ સરદેસાઈના પુસ્તક ‘ડેમોક્રસી ઇલેવન’ની પૅનલ-ચર્ચા દરમ્યાન શાસ્ત્રીએ કહ્યું હતું કે બહુ જરૂરી છે કે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટના ગ્રેડ Aમાં પુજારા જેવા ખેલાડીઓને સ્થાન મળે.
ભારતીય ક્રિકેટ બોર્ડમાં એવી ચર્ચા થઈ રહી છે કે ખેલાડીઓની શ્રેણી કૅલેન્ડર વર્ષમાં અલગ-અલગ ફૉર્મેટમાં આંતરરાષ્ટ્રીય મૅચોની સંખ્યા જોઈને નક્કી કરવામાં આવે. પુજારા ભારતીય ટેસ્ટ-ટીમના મજબૂત સ્તંભો પૈકીનો એક છે તેમ જ તે અન્ય ફૉર્મેટમાં વધુ ક્રિકેટ નથી રમતો. વળી IPLમાં પણ તેને કૉન્ટ્રક્ટ નથી મળતો.