પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સુકાંત મજૂમદારે સોમવારે દાવો કર્યો કે દુનિયામાં ઉત્તર કોરિયા અને પશ્ચિમ બંગાળ એવી બે જગ્યા છે જ્યાં જંગલ રાજ ચાલી રહ્યો છે.
કેટલાક સમય પહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીએ ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીના શાસનને લઈને આવો જ દાવો કર્યો હતો.
કોલકત્તામાં બીજેપી ઓફિસ બહાર તૃણમૂલ કોંગ્રેસ તરફથી આયોજિત ધરણા પ્રદર્શનની પણ સુકાંત મજમૂદારે ટીકા કરી હતી.
તૃણમૂલે આ વિરોધ પ્રદર્શન ત્રિપુરામાં તેમના કાર્યકર્તાઓ વિરૂદ્ધ કથિત હિંસા અને પાર્ટીના યૂઝ વિંગના નેતા સયાની ઘોષની રવિવારે થયેલી ધરપકડના વિરોધમાં કર્યો હતો.
સુકાંત મજૂમદારે આરોપ લગાવ્યો કે તૃણમૂલ સમર્થકોએ ધરણા દરમિયાન બીજેપી ઓફિસમાં લાગેલા પોસ્ટર-બેનર ફાડી નાંખ્યા હતા.
તેમને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉનની મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે સરખાણમી કરતાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં જંગલ રાજનો માહોલ છે. દુનિયામાં એવી બે જગ્યાઓ છે, ઉત્તર કોરિયા અને પશ્ચિમ બગાંળ જ્યાં જંગર રાજ છે.