મુંબઇ : ન્યુઝિલેન્ડમાં 13 જાન્યુઆરીથી શરૂ થનારા અન્ડર 19 ક્રિકેડ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. ત્રીજી ફેબ્રુઆરી સુધી રમાનારી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના કેપ્ટન મુંબઈના બેટ્સમેન પૃથ્વી શો હશે. જ્યારે શુભમન ગિલ વાઈસ કેપ્ટન હશે.
ભારતીય ટીમમાં પંજાબના અભિષેક શર્મા અને શુભામન ગિલનો પણ સમાવેશ કરાયો છે. જ્યારે રાજસ્થાનના શિવમ માનવી અને કમલેશ નાગરકોટીને તથા ઝડપી બોલર ઈશાન પોરેલ તેમન વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન અને અનમોલ પ્રીતને પણ ભારતીય ટીમમાં તક અપાઈ છે. 16 સભ્યોની ભારતીય ટીમ માટે આઠથી 22 ડિસેમ્બર સુધી બેંગલુરુમાં કેમ્પ યોજાશે. જોકે પોરેલ અને પૃથ્વી રણજી ટ્રોફીની મેચમાં વ્યસ્ત હોવાથી સામેલ નહીં થાય. બંને ખેલાડીઓ તેમની ટીમોમાંથી ક્વાર્ટર ફાઈનલ રમનાર છે.
વર્લ્ડ કપ માટેના ગ્રુપ બીમાં ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને પપુઆ ન્યૂ ગિની છે. ભારત 14 જાન્યુઆરીએ પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા , 16 જાન્યુઆરીએ પપુઆ ન્યૂ ગિની અને 19મીએ ઝિમ્બાબ્વે સામે રમનાર છે. ભારતીય ટીમ ગત વર્ષના વર્લ્ડ કપમાં રનર અપ હતી. જ્યારે 2000, 2008 અને 2012માં ચેમ્પિયન હતી.
ભારતીય ટીમઃ
પૃથ્વી શો (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), મંજોત કાલરા, હિમાંશુ રાણા, અભિષેક શર્મા, રિયાન પરાગ, આર્યન જુયાલ (વિકેટ કિપર), હાર્વિક દેસાઈ (વિકેટ કિપર), શિવમ માવી, કમલેશ નાગરકોટી, ઈશાન પોરેલ, અર્શદીપસિંહ, અનૂકુલ રોય, શિવાસિંહ, પંકજ યાદવ.
સ્ટેન્ડ બાયઃ
ઓમ ભોસલે, રાહુલ ચાહર, નિનાદ રાઠવા, ઉર્વિલ પટેલ અને આદિત્ય ઠાકરે.