અમદાવાદમાં ગેમ્સ અને ટ્રેનિંગ માટે સ્ટેડિયમ્સ, હોટલ્સ, ગેમ્સ વિલેજની વિગતો તૈયાર કરવાં આવશે.ઓલિમ્પિક્સ યોજ્યા બાદ અમેરિકા, ચીન, ફ્રાન્સમાં સ્પોર્ટ્સનો સંતુલિત વિકાસ થયોપીએમ મોદીની સાથે કામ કરી ચૂકેલા મંત્રીઓથી લઈ અધિકારીઓ ઘણીવાર કહી ચૂક્યા છે કે, મોદી આગામી 10 કે 15 વર્ષનું પ્લાનિંગ કરીને ચાલનારા રાજનેતા છે. તેમના મનમાં વિઝન પહેલેથી ચોખ્ખું હોય છે ને સમય જતા ખ્યાલ આવે કે, શરૂઆતમાં સામાન્ય લાગતો પ્રોજેક્ટ આગામી સમયમાં વિશ્વ ફલક પર ચમકવાનો છે. મોદીએ ઓલિમ્પિક્સ-2036ની મેજબાની કરવા માટે ત્રણેક વર્ષ પહેલા જ મન બનાવી લીધું હતું અને તેને લઈને તેઓ એક બાદ એક પ્રોજેક્ટ પર કામ કરવા લાગ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય કે અમદાવાદના નારણપુરામાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ તમામ ડેવલપેમન્ટ પાછળ તેમનું લાંબાગાળાનું લોકાપર્ણ કરેલું છે . તો આજે સન્ડે મેગા સ્ટોરીમાં વાત ઓલિમ્પિક્સ-2036માં ગુજરાતની કેન્દ્રીય ભૂમિકાની છે.
દેશમાં ઓલિમ્પિક્સ-2036નું આયોજન કરવા માટે તૈયાર થઈ ગયીઉ છે. હાલ ઓલિમ્પિક્સના આયોજન માટે ઈન્ડિયાની સાથે સાથે ઈન્ડોનેશિયા, કતાર અને જર્મની જેવા દેશો પણ રસ દાખવી રહ્યા છે અને તેમાં ઈન્ડિયા પણ સામેલ છે. માત્ર એટલું જ નહીં, જો ઈન્ડિયાને ઓલિમ્પિક્સ હોસ્ટ કરવાની તક મળે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ ગુજરાત કેન્દ્ર સ્થાને રહેશે. ભારત 2036 જ નહીં, 2040 અને એ સિવાયના આગામી વર્ષોમાં પણ ઓલિમ્પિક્સ યોજવા માટે રસ દાખવી રહ્યું છે. આગામી ત્રણ ઓલિમ્પિક્સ ગેમ્સ 2024માં પેરિસ, 2028માં લોસ એન્જલસમાં અને 2032માં બ્રિસબેનમાં યોજાશે,
18 નવેમ્બરના રોજ રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી પંકજ કુમારની અધ્યક્ષતામાં એક મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરમાં ઓલમ્પિક-2036નું 15 વર્ષ પહેલેથી આયોજન અંગેની શક્યતાના ફાઇનલ રિપોર્ટનું પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ઔડા સહિતની સરકારી ઓથોરિટીઓ વર્ષ 2036માં અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરના આંગણે ઓલમ્પિકનું આયોજન કરવા માટેની જરૂરિયાત અંગેનો રિપોર્ટ તૈયાર કરાવ્યો છે. આ પ્રેઝન્ટેશનમાં ઓલિમ્પિક્સનાં 100માંથી 22 સ્થળો માટે અમદાવાદ અને ગાંધીનગરનાં વિવિધ લોકેશન્સ આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યાં હતાં. ખાનગી એજન્સી દ્વારા આ માટેનો સરવે કરવામાં આવ્યો હતો.
આ સરવેના આધારે ઓલિમ્પિક્સ્સનાં સંભવિત સ્થળો અંગેનું પ્રેઝન્ટેશન તૈયાર કરાયું હતું. અમદાવાદ-ગાંધીનગરનાં 100 જેટલાં લોકેશનના અભ્યાસ પછી 22 લોકેશન એવાં છે કે જેમાં નાનો-મોટો ફેરફાર કરવાથી ઓલિમ્પિક્સ-2036ની રમત રમાડી શકાય છે.આ સરવેનો અહેવાલ તૈયાર કરવા માટે એસવીપ) કમિટીની રચના કરાશે. આ કમિટીમાં ગુજરાત અને કેન્દ્ર સરકારના અધિકારીઓનો સમાવેશ કરાશે. આ કમિટી કેન્દ્ર સરકાર સમક્ષ સમગ્ર અહેવાલને તૈયાર કરીને રજૂ કરશે.આ રિપોર્ટના તારણ મુજબ, અમદાવાદ અને ગાંધીનગર ભેગા મળીને ઓલમ્પિકની મેજબાની કરશે, જેમાં 44 સ્પોર્ટસ ફેસિલિટી છે, જેમાં માઇનોર કે મેજર ચેન્જ કરવાથી અહીં ઓલમ્પિકની રમતોનું આયોજન થઇછે આ સિવાય ઓલમ્પિકની કેટલીક રમતો માટે પહાડી વિસ્તાર કે જંગલ વિસ્તારની જરૂરિયાત હોય છે તો તેવા સંજોગોમાં અરવલ્લીની પહાડીમાં આવેલા પોળો ફોરેસ્ટ અને ડાંગના જંગલોનો ઉપયોગ થઇ શકે છે.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીના મુખ્ય નિયમ મુજબ, પ્રપોઝ ઓલમ્પિક પાર્કથી 30 મિનિટના ડ્રાઇવિંગ અંતરે તમામ સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર કે નોન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રચરની વ્યવસ્થા હોવી જોઇએ. ઓલમ્પિક એજન્ડા 2020 મુજબ, અમદાવાદ શહેર-ગાંધીનગર શહેરના ભાવિ ડેવલપમેન્ટ પ્લાન, કોમ્પ્રિહેન્સિવ મોબીલિટી પ્લાન અને ભાવિ ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેક્ટોનું આયોજન એવી રીતે કરવું જોઇએ કે, તેનો ઉપયોગ ઓલમ્પિક્સના આયોજન માટે કરી શકાય તેવું પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું હતું પણ 18 નવેમ્બરે ઓલમ્પિકના ભાવિ આયોજનના ફાઇનલ રિપોર્ટનું પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેરમાં મોટા પ્રમાણમાં સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટી છે અથવા તો ઉભી કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં મોટેરા ખાતે વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે જ્યારે નારણપુરા ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્સ ઉભું કરવામાં આવી રહ્યું છે. સાથે આ સિવાય અમદાવાદ અને આસપાસમાં અન્ય 30 જેટલી સ્પોર્ટસ ફેસિલિટી આવેલી છે. અમદાવાદ શહેરમાં ભાવિ ઓલિમ્પિક્સ ના આયોજન માટેના અભ્યાસના રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેર રણનીતિની દૃષ્ટિએ ઓલિમ્પિક્સના આયોજન માટે યોગ્ય છે. અમદાવાદ દેશના ત્રણ મોટા શહેરો સાથે જોડાયેલું છે સાથે નેશનલ અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ધરાવે છે.અમદાવાદ શહેરમાં મોટા સ્પોર્ટસ આયોજનનો અનુભવ પણ છે. જેમ કે, અમદાવાદ શહેરમાં 2022 ફીફા અંડર-17 વુમન વર્લ્ડ કપ ફુટબોલ, 2017 ખેલ મહાકુંભ, વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ અને નમસ્તે ટ્રમ્પ જેવા આયોજનો થઇ ચૂક્યા છે. આ પ્રેઝેન્ટેશનમાં અમદાવાદ અને ગાંધીનગર સિવાય ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કેટલીક રમતો માટે શક્ય છે.
મોટેરા ખાતે રૂ.800 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરાયું છે. તેમજ રૂ.4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ભવિષ્યમાં અમદાવાદ એશિયાડ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સની યજમાની કરી શકે તે માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા ઔડાને જવાબદારી સોંપી છે. આ ઉપરાંત મોદી સ્ટેડિયમની આસપાસની 236 એકર જમીનનો ઉપયોગ કરીને વિવિધ રમતો માટેનાં મેદાન તૈયાર કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. ઔડાએ થોડા મહિના પહેલાં અમદાવાદ અને ગાંધીનગર કલેકટરને લેટર લખીને સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલની આસપાસના 7 ગામની સરકારી જમીનના વેચાણ અને ભાડાપટ્ટા ઉપર આપવા ઉપર પ્રતિબંધ મુકવાની અમદાવાદ અને ગાંધીનગર કલેક્ટરને પત્ર લખી આદેશ કર્યો છે. મોટેરા સહિત આસપાસના 7 ગામોની તમામ સરકારી જમીનનો ઉપયોગ ભવિષ્યમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે કરવાનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે આ પત્ર લખાયો છે.
7 ગામની સરકારી જમીનો પર પ્રતિબંધ
ચાંદખેડા,મોટેરા,ઝુંડાલ,ભાટ,કોટેશ્વર,સુઘડ,કોબા આ 7 ગામની જમીન પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.ઈકોનોમિથી લઈ સોશિયલ ડેવલપમેન્ટની અપાર સંભાવનાઓ છે કોઈપણ દેશની સ્પોર્ટ્સ હિસ્ટ્રીમાં ઓલિમ્પિક્સની મેજબાની એક દુર્લભ પ્રસંગ હોય છે. જે તેમને સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશનની મજબૂતી અને પેઢીઓને નવી ઉર્જા આપે છે. તેમજ દુનિયામાં છવાઈ જવાની એક તક પણ પુરી પાડે છે. ઓલિમ્પિક્સ ઈતિહાસ પર નજર કરીએ તો મેજબાની બાદ અમેરિકા, ચીન, ફ્રાન્સ બ્રિટન, કોરિયા, જર્મની, રશિયા, કેનેડા અને બ્રાઝિલ જેવા અનેક દેશોમાં સ્પોર્ટ્સનો સંતુલિત વિકાસ તૈયાર થયો છે. જે ઓલિમ્પિક્સના મેડલ્સમાં પણ જોવા મળે છે. આ દેશોએ આ તકનો ભરપૂર ઉપયોગ કરીને દુનિયામાં સ્પોર્ટ્સ સત્તા અને મહાસત્તા બનવાનું એક લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આર્થિક અને સામાજિક પ્રગતિ માટે પણ તેઓ ઉંચી ઉડાન ભરી ચૂક્યા છે.વૉટર સ્પોર્ટ્સ માટે રિવરફ્રન્ટની વિચારણા, દરિયાકાંઠાનાં લોકેશન સામેલ છે ઓલિમ્પિક્સની વૉટર સ્પોર્ટ્સ માટે અમદાવાદમાં સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ વિસ્તારનો ઉપયોગ કરવાનો વિચાર રજૂ કરાયો હતો. સાથે શિવરાજપુર બીચ સહિતના દરિયાકાંઠાના વિસ્તારો પણ તારવવામાં આવ્યા હતા.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 19 એકર જમીનમાં રૂ. 584 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી છે. કેન્દ્રથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે, જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે. ગ્રાન્ટ આપતાં પહેલાં કોર્પોરેશન દ્વારા NOC, જમીનનું પઝેશન અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રેક્ટરને આપેલા લેટર ઓફ વર્ક ઓર્ડર જમા કરાવવાનો રહેશે.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્પ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 800 ટૂ-વ્હીલર અને 850 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે.સાબરમતિ રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે શાહપુરમાં રમતગમત માટેની સુવિધાઓ પુરી પાડવા માટે સ્પોર્ટ્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પાર્કમાં ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટ બોલની સુવિધા છે. આ ઉપરાંત જિમ્નેશિયમ અને જોગિંગ ટ્રેકની પણ સુવિઘાઓ ઉપલબ્ધ છે. તેની સાથે 7472 ચો.મીના વિસ્તારમાં સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કરાયો છે. નવા વર્ષમાં આ સ્પોર્ટ્સ પાર્ક ખુલ્લો મુકાશે.100 કરોડના ખર્ચે શિવરાજપૂર બીચનો વિકાસ કરવામાં આવ્યો છે.જાન્યુઆરી, 2021માં દ્વારકાના શિવરાજપુર બીચનું 100 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન હાથ ધરવાની તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી હતી. આ સમયે તેમણે જણાવ્યું હતું કે શિવરાજપુર બીચ ગોવાના બીચને ટક્કર આપશે.
એશિયાના બીજા બીચ તરીકે પસંદ થયો છે
શિવરાજપુર બીચમાં વિશાળ સમુદ્રકિનારો આવેલો છે, સાથે સાથે મનભરીને બોટિંગ, સ્કુબા ડાઇવિંગ, દરિયાના છીંછરા પાણીમાં સ્નાન, હોર્સ રાઇડિંગ, સેન્ડ રિક્ષા ડ્રાઇવિંગ જેવી સુવિધાઓ બીચ પર તૈયાર કરવામાં આવી છે. બીચ પર ટોઇલેટ, બાથરૂમ, જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે સહિતની સુવિધા વિકસાવવામાં આવી છે. વન અને પર્યાવરણ અને ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા દ્વારકાના શિવજરાજપુરની પસંદગી કરવામાં આવી છે. બીચ ઓથોરિટી દ્વારા માન્ય કરાયેલા માપદંડો અનુસાર, બ્લુ ફ્લેગ બીચ એ આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ છે, જે શિવરાજપુરને આપવામાં આવ્યું છે.
”આંખો કા તારા, સાપુતારા”
ડાંગના ગાઢ જંગલો વચ્ચે સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. પરંતુ આંખો કા તારા સાપુતારા માત્ર પ્રવાસનથી જ નહીં હવે સ્પોર્ટ્સથી પણ જાણીતું થવા લાગ્યું છે. ઈન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી 18 મી એશિયન ગેમ્સમાં 4400 મીટર રિલે દોડમાં ઈન ફોર પ્લેયરમાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડ મૂળ ડાંગની છે. માત્ર એટલું જ નહીં, 2020માં સાપુતારામાં તત્કાલીન રમત ગમત મંત્રી ઈશ્વરસિંહવી ઉપસ્થિતિમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની પણ ઉજવણી કરવામાં આવી હતી. ખુશ્બુ ગુજરાતની નામની પ્રવાસન નિગમ એડ ફિલ્મના શૂટિંગ માટે ત્રણ દિવસ સાપુતારામાં રોકાયેલા અમિતાભ બચ્ચને સાપુતારા ગુજરાતકા સિર હૈ કહ્યું હતું.સાપુતારા એક માત્ર એવુ હિલ સ્ટેશન છે, જે આશરે 1000 મીટરની ઉંચાઈ પર આવેલુ છે. અહીં ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. અહીં નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ વગેરે જોવાલાયક છે. દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલાછમ જંગલથી ઘેરાયેલ આ સ્થળ લોકોનું મન મોહી લે છે. અહીં તમને એડ્વેન્ચર ટુરિઝમનો મોકો પણ મળી શકે છે.સાપુતારા ખાતે પેરાગ્લાઈડિંગ, બોટિંગ, રોપવે સહિત અનેક એડવેન્ચર એક્ટિવિટી ઉપલબ્ધ છે. તાજેતરમાં પેરામોટર અને હોટ એરબલૂનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ ગવર્નર હિલ પર સનસેટ પોઈન્ટ પાસે એડવેંચર પાર્ક પણ છે.
અમદાવાદથી લગભગ 160 કિલોમીટરના અંતરે આવેલા પોળોના જંગલો જોવા લાયક સ્થળ છે. આ જંગલ ઇડર તાલુકાના વિજયનગર નજીક પ્રાચીન પોળો શહેર હરણાવ નદીને કાંઠે વસેલું છે, ઇડરના પરિહાર રાજાઓ દ્વારા 10મી સદીમાં આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાનું લોકમુખે સાંભળવા મળે છે. ત્યારબાદ મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા 15મી સદીમાં આ સ્થળ કબ્જે કરાયું હતું. આ સ્થળ ગુજરાત અને રાજસ્થાનની બરોબર વચ્ચે આવેલું હોવાથી તેને ‘દ્વાર’નું પ્રતિક માનવામાં આવે છે.પોળોનું જંગલમાં 400 શુષ્ક મિશ્ર પાનખર જંગલ ચોરસ કિમી વિસ્તાર ચોમાસાને બાદ સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે સૌથી વિપુલ જ્યારે નદીઓ સંપૂર્ણ છે, પરંતુ વર્ષના કોઇ પણ સમયે તે સમૃદ્ધ વન્યજીવન અનુભવ પૂરો પાડે છે. ત્યાં ઔષધીય છોડ કરતાં વધુ 450 પ્રજાતિઓના પક્ષીઓ, 275 આસપાસ સસ્તન પ્રાણીઓમાં પેટે ઘસીને ચાલતી 32 પ્રજાતિ છે.