ઝારખંડના ધનબાદમાં અસામાજિક તત્વોએ બ્લાસ્ટ કરીને રેલ ટ્રેક ઉડાવી દીધો છે. બ્લાસ્ટથી પાટા તૂટી જવાના કારણે એક ડીઝલ એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયું. જોકે, આ ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત થવાના સમાચાર નથી. આ ઘટના ટોરી-લાતેહાર રેલ સેક્શન પર રિચુગુટા અને ડેમૂ સ્ટેશનો વચ્ચે ઘટી છે.
જાણકારી અનુસાર બ્લાસ્ટલ રાતના પૌણા એક વાગે થયો હતો. આનાથી રેલવે ટ્રેકનો ખુબ જ નુકશાન થયું છે. જોકે, હાલમાં તે સેક્શનમાં ટ્રેનોની અવર-જવરને બંધ કરી દેવામાં આવી છે અને બ્લાસ્ટ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.