કોંગ્રેસ નેતા રાહુલ ગાંધએ ત્રણ કૃષિ કાયદાઓને પરત લીધા પછી ખેડૂતોના નામે એક પત્ર લખ્યો છે. તે પત્રમાં તેમને ખેડૂતોના ખુબ જ વખાણ કર્યા છે. તેમના સંઘર્ષને સલામ કરી છે અને આને સરકારની એક હાર ગણાવી છે. પત્રમાં તેમને તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, લડાઈ હજું ખતમ થઈ નથી અને સંઘર્ષને આગળ ચાલું રાખવાનો છે.
રાહુલનો ખેડૂતોને પત્ર
રાહુલ લખે છે કે તમારુ તપ, સંઘર્ષ અને બલિદાનના દમ પર ઐતિહાસિક જીત માટે ખુબ-ખુબ શુભેચ્છા. પૌણા બાર મહિના કંપાવનાર ઠંડી, ભીષણ ગરમી, વરસાદ તમામ મુશ્કેલીઓ અને અત્યારો છતાં ત્રણ ખેતી વિરોધ કાળા કાયદાઓને ખત્મ કરવાનો જે સત્યાગ્રહ તમે જીત્યો છે, તેનો બીજો ઉદાહરણ આઝાદ ભારતના ઈતિહાસમાં મળશે નહીં. હું તમારા આ સંઘર્ષમાં 700થી વધારે ખેડૂત-મજૂર ભાઈ-બહેન દ્વારા આપવામાં આવેલા બલિદાનને નત:મસ્તક છું.
રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં આગળ કહ્યું કે, તાનાશાહના અહંકાર સાથે લડતા ગાંધીવાદી રીતે નિર્ણયને પરત લેવા માટે મજબૂર કર્યા, આ અસત્ય પર સત્યની જીતનું એક ઉત્તમ ઉદાહરણ છે. આજના આ ઐતિહાસિક દિવસ પર આપણે તે શહીદ ખેડૂત-મજૂર ભાઈ-બહેનોને યાદ કરીએ, જેમને પોતાનું બલિદાન આપીને આ સત્યગ્રહને મજબૂત કર્યું. જો કેન્દ્ર સરકારે શરૂમાં જ ખેડૂતોની માંગ ઉપર ધ્યાન આપ્યું હોત તો કદાચ આવું થયું ના હોત.
આ પછી રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં ભવિષ્યની નીતિ વિશે પણ વાત કરી છે. હજું પણ અનેક મુદ્દાઓ છે તેના પર સરકાર સામે લડવું પડશે. તેઓ કહે છે કે સાથીઓ, સંઘર્ષ હજુ પૂરો થયો નથી. કૃષિ પેદાશો માટે મહેનતાણું લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) મળે, વિવાદાસ્પદ વીજ સુધારો અધિનિયમનો અંત આવે, ખેતીની જમીનમાં વપરાતી દરેક વસ્તુ પર લાદવામાં આવતા કરનો બોજ ઘટાડવો, ડીઝલના ભાવમાં અણધાર્યો વધારો ઘટાડવો અને ખેત મજૂરો પરના વળતરનો ઉકેલ શોધવો. દેવાનો બોજ એ કૃષિ ખેડૂતના સંઘર્ષનો ગંભીર વિષય છે. હું તમને બધાને ખાતરી આપું છું કે વર્તમાન આંદોલનની જેમ ભવિષ્યમાં પણ તમારા તમામ કાયદેસરના સંઘર્ષોમાં હું અને દરેક કોંગ્રેસી કાર્યકર્તા ખભે ખભા મિલાવીને તમારો અવાજ ઉઠાવીશું.
રાહુલ ગાંધીએ પણ પોતાના પત્ર દ્વારા પીએમ મોદીને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાને તેમના વચન મુજબ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની બમણી આવકને સુનિશ્ચિત કરવી જોઈએ. આ માટે તેમણે ભવિષ્યની યોજનાઓનો રોડમેપ પણ વહેલી તકે જાહેર કરવો જોઈએ. વડા પ્રધાન, એ ભૂલશો નહીં કે સત્તા એ સેવાનું માધ્યમ છે, કોઈ પણ લોકશાહી શાસન વ્યવસ્થામાં લૂંટ, જિદ્દ અને ઘમંડને કોઈ સ્થાન નથી.