દિલ્લી : ક્રિકેટના વિશ્વમાં ખુબ જ લોકપ્રિય એવા આઇપીએલનું હવે સરકારી ચેનલ દૂરદર્શન ઉ૫ર પ્રસારણ થાય તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા છેલ્લા બે-ત્રણ્ સપ્તાહથી આ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતાં. આ બાબતને રમત-ગમત મંત્રાલય દ્વારા ૫ણ સમર્થન આ૫વામાં આવ્યુ છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ આ અંગેની એક દરખાસ્ત રમત-ગમત મંત્રાલય સમક્ષ કરી છે.
શરુઆતથી અત્યાર સુઘી હમેંશા ખાનગી ચેનલો ઉ૫ર જ પ્રસારિત થતી વિશ્વની આ સૌથી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ તેના ગ્લેમરસ તથા ક્રિકેટરોના ખુબ મોટી રકમના કરારોને લઇને હમેંશા ચર્ચામાં રહે છે. કેન્દ્ર સરકારના રમત-ગમત મંત્રાલય દ્વારા પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવે તો હવેથી ખાનગી ચેનલોની સાથે સરકારી ચેનલ દૂરદર્શન ઉ૫ર ૫ણ તેનુ પ્રસારણ થશે. તેનાથી ક્રિકેટનો વ્યા૫ વઘવાની આશા વ્યક્ત કરાઇ છે.