કોલકાતા: ભારતની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર અને કોચ શ્રીરૂપા બોઝનું ગુરુવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે 65 વર્ષના હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે તે સવારે બાથરૂમમાં બેભાન હાલતમાં મળ્યા હતા, પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના પરિવારમાં પતિ પરેશનાથ મુખર્જી અને પુત્રી ટેનિસ ખેલાડી અમૃતા મુખર્જી છે. ઓલરાઉન્ડર શ્રીરૂપાએ ઘરેલું ક્રિકેટ ચેમ્પિયનશિપમાં બંગાળ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સિવાય તે ફેબ્રુઆરી 1985માં ભારત તરફથી બે વન-ડે મેચ રમ્યા હતા.
