મહારાષ્ટ્રના અમરાવતીમાં હિંસાને લઇને શિવસેનાના મુખપત્ર સામનામાં આરોપ લગાવ્યો છે કે કેટલીક તાકાતો મહારાષ્ટ્રમાં રજા એકેડમીના ખભા પર બંદૂક રાખીને ચલાવી રહી છે. સામનામાં છપાયેલા એડિટોરિયલમાં સવાલ પૂછ્યો છે કે અંતે ત્રિપુરાની ઘટનાની અસર મહારાષ્ટ્રમાં કેમ પડી રહી છે. મૌલવીઓના ખભા પર રાખીને કોણ બંદૂક ચલાવી રહ્યુ છે?
શિવસેનાએ કહ્યુ છે કે ત્રિપુરાની પ્રયોગશાળામાં નવો પ્રયોગ શરૂ થઇ ગયો છે, તેની પર ત્રિપુરાના પ્રયોગના ધમાકા મહારાષ્ટ્રમાં જ કેમ હોવા જોઇએ? રજા એકેડમી જેવા સંગઠન કોઇ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ નથી કરતા પરંતુ દુનિયામાં મુસ્લિમો સંદર્ભમાં ક્યાક અવાજ થયો તો આ લોકો મુંબઇ-મહારાષ્ટ્રમાં છાતી પીટે છે, તેમણે કોઇ તો પાછળથી શક્તિ પ્રદાન કરવાનું કામ કરે છે અને તે બળ કોણ ઉપલબ્ધ કરાવે છે, આ અમરાવતીના રમખાણમાં નજરે પડ્યુ. મહારાષ્ટ્રમાં રમખાણ, હિંસા કરાવા જેટલુ બળ રજા એકેડમીમાં નથી પરંતુ તે મૌલવીઓના ખભા પર બંદૂક રાખીને કોઇ મહારાષ્ટ્રનો માહોલ બગાડી રહ્યુ છે શું?
શિવસેનાનો પ્રશ્ન – ચૂંટણી પહેલા હિન્દુત્વ ખતરામાં કેમ આવે છે?
શિવસેનાએ એડિટોરિયલમાં લખ્યુ, ઉત્તર પ્રદેશ સહિત ચાર-પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવવા લાગી છે તેમ તેમ દેશમાં હિન્દૂ ખતરામાં પડવા લાગ્યા છે. આવુ ભાજપ દ્વારા નિર્માણ કરવામાં આવેલા નકલી હિન્દુત્વવાદી સંગઠનોને લાગવા લાગ્યુ છે. ત્રિપુરા જેવા રાજ્યમાં તણાવ નિર્માણ કરીને આખા દેશમાં અસંતોષ ઉભુ કરવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. બાંગ્લાદેશમાં હિન્દૂ માર્યા જઇ રહ્યા છે, તેની ચિંતા માત્ર ત્રિપુરામાં કેમ વ્યક્ત થાય છે?
આગળ કહ્યુ છે કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, હરિયાણા, બિહારમાં હિંદુઓને ગુસ્સો નથી આવતો? પરંતુ ત્રિપુરામાં આગ નાખવાનું મુખ્ય કારણ આ છે કે ઇશાન્યમાં સ્થિત નાના રાજ્ય ત્રિપુરામાં આજે ભાજપની સરકાર છે, જે નિષ્ફળ સાબિત થઇ છે, તેની લોકપ્રિયતા ઘટી ગઇ છે. પાડોશના પશ્ચિમ બંગાળનો પ્રભાવ ત્રિપુરા પર પડે છે અને મમતા બેનરજી હવે ત્યા ધ્યાન આપવા લાગી છે, જેનાથી ભાજપની સત્તાને ઝટકો લાગ્યો છે. ત્રિપુરાના કોંગ્રેસી નેતા સુસ્મિતા દેવના તૃણમૂલ કોંગ્રેસમાં પ્રવેશ કરતા જ તેમણે રાજ્યસભાના સાંસદ બનાવી મમતા બેનરજીએ ત્રિપુરાની જનતાનું મન જીતી લીધુ છે. હવે ત્રિપુરાની જનતા ભાજપને કાઢી રહી છે, આવુ નજરે પડતા જ પરંપરા અનુસાર ધાર્મિક ભાવના ભડકાવવામાં આવી રહી છે.