મણિપુરમાં શનિવારે સેનાના કાફલા પર ઉગ્રવાદી હુમલો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં અસમ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર સહિત 7 જવાન શહીદ થઈ ગયા છે. ઘટના ચુરાચાંદપુર જિલ્લાના સિંઘમમાં થઈ છે. ઉગ્રવાદીઓએ અસમ રાઈફલ્સના કાફલા પર ઘાત લગાવીને હુમલો કર્યો છે.
સૂત્રો અનુસાર હુમલામાં 46 અસમ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિપ્લવ ત્રિપાઠીના પત્ની અને પુત્ર પણ માર્યા ગયા છે.
આ હુમલા પાછળ મણિપુરની પીપુલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મણિપુરની પીપુલ્સ લિબરેશન આર્મીની રચના 1978માં કરવામાં આવી હતી. ભારત સરકારે તેને આતંકી સંગઠન જાહેર કરેલું છે. આ સંગઠન મણિપુરમાં ઘાત લગાવીને ભારતીય સુરક્ષાદળો પર પહેલા પણ હુમલો કરતું રહ્યું છે. આ સંગઠનની રચના બિશ્વેસર સિંહે કરી હતી. આ આતંકી સંગઠન સ્વતંત્ર મણિપુરની માંગ કરતુ રહ્યું છે.