દિવાળીતહેવાર બાદ ખરાબ થયેલી દિલ્હીની હવા હજુ પણ ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીનું પ્રદુષણ એટલું ખરાબ છે કે તમે એનાથી સમજી શકો છો કે દુનિયાનાં 12 સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે છે. આ યાદીમાં ભારતનાં મુંબઈ અને કોલકાતા પણ સામેલ છે. સ્વિટ્ઝર્લેન્ડસ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirએ આ નવા સમાચાર ભાર પડ્યા છે આ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં ટેક્નોલોજી ભાગીદાર રૂપે છે.
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર ચાલુ છે. આ દરમિયાન શનિવારે સુપ્રીમકોર્ટે પ્રદૂષણ મુદ્દે સુનાવણી કરી કે. આ દરમિયાન સુપ્રીમકોર્ટે વધતા પ્રદૂષણ વિશે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. એ સાથે જ કોર્ટે સરકારને પ્રદૂષણથી છુટકારો માટે તાત્કાલિક ઉપાયમાં બે દિવસનું કર્ફ્યુ લગાવી દેવાની સૂચના પણ આપી છે.
ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું, હું એવું કહેવા નથી માગતો કે પ્રદૂષણમાં પરાલી સળગાવવાની અસર કેટલી થઈ શકે છે અને ફટાકડાં-વાહન, ડસ્ટ અને કંસ્ટ્રક્શનનો કેટલો ભાગ છે, પરંતુ જણાવો કે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક પગલાં કયા હોવા જોઈએ. સીજેઆઈએ કહ્યું, જો શક્ય હોય તો બે દિવસ કર્ફ્યુ કરી દો
દિલ્હી સરકાર તરફથી વકીલ રાહુલ મેહરાએ એફિડેવિટ મોડી જમા કરાવવા માટે માફી માગી હતી. આ વિશે સીજેઆઈએ કહ્યું, કોઈ વાંધો નથી, જ્યારે કેન્દ્ર સરકાર તરફથી SG તુષાર મહેતાએ કહ્યું, અમે પણ ડિટેલ્સમાં એફિડેવિટ દાખલ કરી દીધી છે.
પ્રદુષણની યાદીમાં પાકિસ્તાનનું લાહોર અને ચીનનું ચેંદગુ શહેર પણ આવી ગયું છે. દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરમાં પંજાબ અને હરિયાણામાં પરાલી સળગાવવાનો અને દિલ્હીમાં વાહન પ્રદૂષણનો મોટો હિસ્સો છે. રાજ્યોની સરકારો વચ્ચે પરાલી સળગાવવા મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે, પરંતુ કોઈ ઉકેલ મળતો નથી.
દિલ્હીમાં એર ક્વોલિટી લેવલ (AQI) આજે 478 છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)એ શુક્રવાર ચેતીને કહ્યું હતું કે આગામી 47કલાક સુધી હવાની ગુણવત્તા ગંભીર બની રહેશે. રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓએ શાળાઓ બંધ કરવા, ખાનગી કાર પર ‘ઓડ-ઇવન’ અમલ અને તમામ પ્રકારનાં બાંધકામ બંધ કરવા સહિતનાં કટોકટીનાં પગલાં અમલમાં મૂકવાં જોઈએ.