ફરી એકવાર મોંઘમારીના સમાચાર સામે આવ્યા છે. લોકોને ફરી એકવાર મોંઘવારી ઉઠાવવી પડશે. વાણિજ્ય કંપનીઓએ બિન સબસીડિવાળા એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર દીઠ રૂ. 5નો વધારો કર્યો છે. ગેસ સિલિન્ડરની કિંમત 742 રૂપિયાથી વધીને 747 રૂપિયા થઇ છે. પણ સબસીડી સિલિન્ડર ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો છે. તો તે ફક્ત 495.65 રૂપિયા
– ગયા મહિનાની વાત કરીએ તો સબસિડાઇઝ્ડ એસપીજીનાં રૂ.95.50નો મોટો વધારો થયો હતો.
– વધતા જતા ભાવની અસર નીચલા અને મધ્યમવર્ગના પરિવારો પર થશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર અગ્રણી ઓઇલ માર્કેટિંગ કંપની 14.2કિલો નોન સબસાઇડઝ્ડ ગેસ સિલિન્ડર હવે દિલ્હીમાં 747 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે.તે જ સમયે મુંબઇમાં રૂ.719નો ખર્ચ થશે. 19 કિલોના સિલિન્ડરની કિંમત 1318 રૂપિયા છે. જે પહેલા 1310 રૂપિયા હતા.